રૂફટૉપ સોલર પૅનલ માટે સબસિડીની જાહેરાત

15 July, 2025 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ડરગ્રાઉન્ડ કેબલિંગની યોજના માટે ગ્રાહકો પાસેથી સરચાર્જ વસૂલ કરશે રાજ્ય સરકાર

રૂફટૉપ સોલર પૅનલ

પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ રૂફટૉપ સોલર પૅનલના ઇન્સ્ટૉલેશન માટે સબસિડી આપવાની રાજ્ય સરકારની પૉલિસીને કૅબિનેટે મંજૂરી આપી દીધી હોવાની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી. સાથે જ તેમણે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગની યોજનાના અમલીકરણ માટે પણ મહત્ત્વની જાહેરાત કરી હતી.

રાજ્યમાં અન્ડરગ્રાઉન્ડ કેબલિંગની યોજનાને મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (MERC) દ્વારા મંજૂરી મળે ત્યાર બાદ યોજના માટે ઇલેક્ટ્રિસિટીના કન્ઝ્યુમર્સ પાસેથી ૧, ૨ કે પાંચ પૈસા સરચાર્જ લેવામાં આવશે એમ દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી.

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના નેતા ચેતન તુપેએ રિન્યુએબલ એનર્જી બાબતે રાજ્ય સરકારની નીતિ બાબતે પૂછતાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ૦-૧૦૦ યુનિટ વીજળીના વપરાશકર્તાઓને રૂફ ટૉપ સોલર પૅનલના ઇન્સ્ટૉલેશન માટે સબસિડી આપવામાં આવશે.

જય શિવાજી

છત્રપતિ શિવાજી મહારાજ સાથે સંબંધિત ૧૨ કિલ્લાઓએ UNESCO વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન મેળવ્યું એની ગઈ કાલે વિધાનભવન પરિસરમાં ઉજવણી કરતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર.

devendra fadnavis news mumbai mumbai news maharashtra maharashtra news indian government