રવિવારે સેન્ટ્રલ અને હાર્બર લાઇનમાં મેગા બ્લૉક, વેસ્ટર્નમાં જમ્બો બ્લૉક

22 March, 2025 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે રવિવારે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. થાણેથી  કલ્યાણ દરમ્યાન ફાસ્ટ ટ્રૅક પર સવારે ૧૦.૧૦થી બપોરે ૩.૦૪ વાગ્યા સુધી બ્લૉક રહેશે

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે રવિવારે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. થાણેથી  કલ્યાણ દરમ્યાન ફાસ્ટ ટ્રૅક પર સવારે ૧૦.૧૦થી બપોરે ૩.૦૪ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એ સમય દરમ્યાન ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડાવવામાં આવશે. હાર્બર લાઇનમાં કુર્લા અને વાશી વચ્ચે સવારે ૧૦.૩૪થી લઈને બપોરે ૩.૩૬ વાગ્યા સુધી બન્ને તરફની લાઇન પર બ્લૉક રહેશે. બ્લૉકના સમય દરમ્યાન પ્રવાસીઓને થાણે-વાશી લાઇન પર પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે.

વેસ્ટર્ન રેલવેમાં રવિવારે જમ્બો બ્લૉક રહેશે. સવારે ૧૦.૩૫થી ૧૫.૩૫ વાગ્યા સુધી ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ સુધી આવતી અને જતી એમ બન્ને ફાસ્ટ લાઇન પર બ્લૉક રહેશે. બ્લૉકના આ સમય દરમ્યાન ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડશે એને લીધે અમુક ટ્રેનો રદ કરવામાં આવી છે.  

mumbai railways central railway indian railways mumbai local train mega block mumbai trains news mumbai mumbai news