Omicron: પુનામાં વધુ 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં 8 પર આંક પહોંચ્યો

05 December, 2021 07:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા હવે 8 પર પહોંચી છે.  

પ્રતીકાત્મક તસવીર

દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન (omicron)ના પાંચ કેસ નોંધાયા હતાં. જેમાંથી એક કેસ મહારાષ્ટ્રના મુંબઈનો હતો. આ દરમિયાન ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત વધુ લોકો પુનામાં મળી આવ્યાં છે. પુનામાં 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. 

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા હવે 8 પર પહોંચી છે.  પુણેમાં એક જ પરિવારના 6 લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. પિંપરી-ચિંચવડ, પુણેમાં 6 લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. પુણેમાં આજે કુલ 7 લોકો પાસે Omicron વેરિયન્ટ હોવાની પુષ્ટિ થઈ છે. દેશમાં સતત સામે આવી રહેલા ઓમિક્રોન કેસોએ કોરોનાના ત્રીજા મોજાની ચિંતા વધારી દીધી છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કુલ 12 કેસ નોંધાયા છે.

નાઈજીરીયાની 44 વર્ષીય મહિલા, તેની 12 અને 18 વર્ષની બે પુત્રીઓ તેના ભાઈને મળવા 24 નવેમ્બરે નાઈજીરીયાથી પુણે આવી હતી, ત્રણેય ઓમીક્રોન પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. આ ત્રણેયના સંપર્કમાં આવેલા 13 લોકોની તપાસ કરવામાં આવી હતી, જેમાં મહિલાનો ભાઈ અને તેની દોઢ વર્ષની અને ત્રણ વર્ષની બાળકીઓ પણ ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

નાઈજીરીયાની સ્ત્રીમાં હળવા લક્ષણો છે જ્યારે 5માં કોઈ લક્ષણો નથી. આ 6 લોકોમાંથી, ત્રણ 18 વર્ષથી ઓછી ઉંમરના છે, તેઓએ કોઈ રસીકરણ કરાવ્યું નથી જ્યારે ત્રણ લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. આ ત્રણમાંથી 2ને કો-વેક્સિન અને એકને કો-વેક્સિન આપવામાં આવી છે. આ તમામની પિંપરીની જીજામાતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પુણે શહેરનો એક વ્યક્તિ 18 થી 25 નવેમ્બર દરમિયાન ફિનલેન્ડ ગયો હતો, તેને 29 તારીખે તાવ આવ્યો હતો, તેથી તેણે કોવિડ ટેસ્ટ કર્યો હતો, તે ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તેણે કોવિશિલ્ડના બંને ડોઝ લીધા હતા, હાલમાં તેનામાં કોઈ લક્ષણો દેખાતા નથી. મહારાષ્ટ્રમાં, ઓમિક્રોન અસરગ્રસ્ત દેશોના 4901 મુસાફરોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

mumbai pune pune news Omicron Variant coronavirus maharashtra