કોવિડના પૉઝિટિવિટી રેટમાં નજીવો ઘટાડો

25 June, 2021 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુધવારે જે ટકાવારી ૨.૨૭ હતી એ ઘટીને ૨.૨૦ રહી હતી

ફાઈલ તસવીર

મુંબઈમાં ગઈ કાલે કોવિડ-19ની પૉઝિટિવિટી ચકાસવા કુલ ૩૫,૭૬૪  ટેસ્ટ કરાઈ હતી, જેમાં ૭૮૯ કેસ પૉઝિટિવ જણાઈ આવ્યા હતા. આમ બુધવાર કરતાં એની ટકાવારીમાં નજીવો ફરક નોંધાયો હતો. બુધવારે જે ટકાવારી ૨.૨૭ હતી એ ઘટીને ૨.૨૦ રહી હતી. ગઈ કાલના ૭૮૯ પૉઝિટિવ કેસ સાથે મુંબઈમાં કુલ પૉઝિટિવ કેસનો આંકડો ૭,૨૪,૧૧૩ પર પહોંચ્યો હતો. ગઈ કાલે કોરોનાના ૫૪૨ પૉઝિટિવ દરદીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. એ સાથે કુલ સાજા થયેલા દરદીઓની સંખ્યા ૬,૯૧,૬૭૦ પર પહોંચી હતી.

ગઈ કાલે કોરોનાના કારણે કુલ ૧૦ મૃત્યુ થયા હતાં. એમાં ૩ પુરુષ હતા અને ૭ મહિલાઓ હતી. પાંચ દરદી એવા હતા જેઓ અન્ય રોગથી પણ ગ્રસ્ત હતા. કુલ ૧૦ મૃત્યુમાંથી ૬ જણની ઉંમર ૬૦ વર્ષ કરતાં વધુ હતી, જ્યારે ૩ દરદી ૪૦થી ૬૦ વચ્ચેની ઉંમરના હતા અને એક વ્યક્તિ ૪૦ની ઉંમર કરતાં નાની હતી.

ગઈ કાલે મુંબઈનો રિકવરી રેટ ૯૫ ટકા રહ્યો હતો, જ્યારે ડબલિંગ રેટ ૭૨૬ દિવસ પર પહોંચ્યો હતો. ૧૭ જૂનથી ૨૩ જૂન દરમ્યાન કોવિડના કેસમાં ઓવરઑલ ૦.૦૯ ટકાનો ગ્રોથ જણાયો હતો.

મુંબઈમાં ગઈ કાલે ઍક્ટિવ કન્ટેનમેન્ટ ઝોન અંતર્ગત ચાલીઓ અને ઝૂંપડપટ્ટીની સંખ્યા ૧૧ હતી. એ સામે સોસાયટીઓની સંખ્યા ૮૭ હતી. હાઇ રિસ્કના ગઈ કાલે ૬૭૯૧ દરદીઓ મળી આવ્યા હતા. એમાંથી ૮૪૩ને કોવિડ કૅર સેન્ટરમાં આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા હતા.

mumbai mumbai news coronavirus covid19