મુંબઈમાં કોરોનાના નવા કેસ સામે વધુ રિકવરી યથાવત્‌ : પૉઝિટિવિટી પણ સ્થિર

05 December, 2021 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ૧૫ થઈ હતી

ફાઈલ તસવીર

શહેરમાં ગઈ કાલે ૪૦,૭૦૩ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાં ૦.૫૩ ટકા પૉઝિટિવિટી સાથે ૨૧૯ કેસ નોંધાયા હતા. ગઈ કાલે મુંબઈમાં વધુ ૪ દરદીનાં મૃત્યુ થયાં હતાં, જેમાં એક દરદી ૪૦થી ૬૦ વર્ષનો હતો તો બાકીના ૩ દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૩૪૮ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે ૩૦૩ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૬૩,૬૨૨ કેસમાંથી ૭,૪૨,૯૦૫ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો સહેજ ઘટીને ૧,૭૯૭ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્‌ રહી છે. કેસ ડબલિંગનો દર ૩,૦૫૨ દિવસ થયો છે. ગઈ કાલે એકેય સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ૧૫ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૧૭ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૩૧ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.

mumbai mumbai news coronavirus covid19