Mumbai Covid Cases: મુંબઈકર જાળવજો! મુંબઈમાં બે શંકાસ્પદ દર્દીના મોત બાદ લોકોમાં કોરોનાનો ભય વધ્યો!

19 May, 2025 01:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Covid Cases: હોસ્પિટલ પ્રશાસને કહ્યું કે આ બે દર્દીના મોત કોરોનાને લીધે નહીં પરંતુ તેમને જે અન્ય રોગ થયો હતો તેને કારણે થયું છે.

પ્રતીકાત્મક તસવીર

ધીમેધીમે કોરોનાની લહેર (Mumbai Covid Cases) ફરી પાછી આવી રહી હોઇ ન માત્ર સિંગાપોર અને હૉંગકૉંગ પણ એશિયાઈ દેશોમાં પણ તેનો પગપેસારો શરૂ થયો હોય એવી ખબર મળી રહી છે. તાજેતરમાં જ એવા અહેવાલો મળ્યા હતા કે મુંબઈમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. 

કેઇએમ હોસ્પિટલે કહ્યું- કોરોનાને કારણે આ મોત નથી થયા. 

તે બાદ હવે સંશયાસ્પદ દર્દીઓના કોરોનાને (Mumbai Covid Cases) કારણે મોત થયાના અહેવાલે સહુને ફરી ચિંતામાં મૂકી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેઇએમ હોસ્પિટલમાં સંશયાસ્પદ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. પરંતુ હોસ્પિટલ પ્રશાસન તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બે દર્દીના મોત કોરોનાને લીધે નહીં પરંતુ તેમને જે અન્ય રોગ થયો હતો તેને કારણે થયું છે.

રવિવારે સવારે કેઇએમ હોસ્પિટલમાં 58 વર્ષીય મહિલાનું શંકાસ્પદ કોરોના વાયરસથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. તેની સાથે જ પરેલમાં રહેતી 58 વર્ષીય મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી ત્યારબાદ 14 મેના રોજ કેઇએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બંને મહિલાઓની ત્યાં સારવાર ચાલી રહી હતી. રવિવારે સવારે તેનું મોત થયું હતું. એમ ભૂતપૂર્વ મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું.

કેઈએમ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મોહન દેસાઇએ જણાવ્યું કે- "કોવિડ-19 શરૂ થયો ત્યારથી આવી બીમારીઓ ધરાવતા દર્દીઓનું પરીક્ષણ કરવા માટે તે એક પ્રોટોકોલ બની ગયું છે. કોવિડ હવે ચેપ જેવો બની ગયો છે અને જેમને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અથવા વધારે શરદી હોય તેઓ સામાન્ય રીતે કોવિડ-19 માટે પરીક્ષણો કરે છે. આનો અર્થ એ નથી કે વાયરસ પાછો આવી ગયો છે અથવા ફરીથી ફેલાઈ રહ્યો છે. ગયા અઠવાડિયે અમારી પાસે 15 દર્દીઓ હતા જેમણે કોવિડ માટે પોઝિટિવ પરીક્ષણ કર્યું હતું. આ મહિલાના પ્રમાણપત્ર પર ઉલ્લેખિત મૃત્યુનું કારણ પણ અલગ છે. તેથી ગભરાવાની જરૂર નથી”

આમ, હોસ્પિટલના પ્રશાસન દ્વારા તો એવું કહેવામાં આવ્યું છે કે આ બંને દર્દીઓમાંથી એકનું મોત કેન્સર અને બીજીનું કિડનીની સમસ્યાને કારણે થયું છે. માટે જ ડોક્ટરો અને બીએમસી અધિકારીઓએ સાવચેતી (Mumbai Covid Cases) રાખવા લોકોને જણાવ્યું છે અને સાથે અપીલ કરી છે કે કોઈએ ગભરાવાની જરૂર નથી.

કેઇએમ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને દર્દીઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ હતી ત્યારે તેઓને અહીં દાખલ કરાયા હતા. તેમના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, પરંતુ તેમના રિપોર્ટ હજુ (Mumbai Covid Cases) સુધી મળ્યા નથી.

છેલ્લા થોડાક દિવસનો ચિતાર જોઈએ તો મુંબઈમાં પણ કોવિડના કેસમાં થોડો વધારો જોવા મળ્યો છે.  બીએમસી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે મુંબઈમાં એક મહિનામાં 8થી 9 કેસ જોવા મળે છે, પરંતુ હવામાનમાં ફેરફારને કારણે તેમાં થોડો વધારો થયો હોવાની પણ વાત તેઓ કરી રહ્યા છે.

Mumbai Covid Cases: જે પણ હોય, પરંતુ આ બંને દર્દીઓના મોત બાદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. દર્દીઓના સંપર્કોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ પાલિકા તરફથી પણ નાગરિકોને માસ્ક પહેરવા, જરૂરી સામાજિક અંતર જાળવવા અને હાથ ધોવાની વિનંતી કરવામાં આવી છે.

mumbai news mumbai covid19 coronavirus ministry of health and family welfare KEM Hospital