આ વર્ષે પણ ગણેશોત્સવમાં ભાવિકોને મુંબઈ-ગોવા હાઇવેના ખાડા નડશે

18 January, 2025 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઠમી વખત કામ પૂરું કરવાની ડેડલાઇન વધારીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ કરવામાં આવી

મુંબઈ-ગોવા હાઇવે પરના ખાડાને લીધે હેરાનગતિનો સામનો કરવો પડે

મહારાષ્ટ્રના સૌથી મોટા તહેવાર ગણેશોત્સવનું કોંકણમાં સૌથી વધુ મહત્ત્વ છે. દર વર્ષે ગણેશોત્સવ દરમ્યાન કોંકણથી મુંબઈ અને મુંબઈથી કોંકણ લાખોની સંખ્યામાં ગણેશભક્તો પ્રવાસ કરે છે ત્યારે તેમને મુંબઈ-ગોવા હાઇવે પરના ખાડાને લીધે હેરાનગતિનો સામનો કરવો પડે છે. મુંબઈ-ગોવા હાઇવેનું કામ પૂરું કરવાની ડેડલાઇન ૨૦૧૯થી અત્યાર સુધી આઠ વખત આગળ વધારવામાં આવી છે. આ વર્ષે ચોમાસા પહેલાં હાઇવેનું કામ પૂરું થવાની અપેક્ષા હતી, પરંતુ ડેડલાઇન આ વર્ષની ૩૧ ડિસેમ્બર સુધી વધારવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે નાગપુર-ગોવા શ​ક્તિપીઠ હાઇવે માટે જમીન સંપાદન કરવા માટેની હિલચાલ વધારી દીધી છે, પણ લાંબા સમયથી ચાલી રહેલા મુંબઈ-ગોવા હાઇવેનું કામ મંદ ગતિએ જ ચાલી રહ્યું છે. પનવેલથી ઇંદાપુર સુધીનું પહેલા તબક્કાનું કામ પ્લાન મુજબ એક જ તબક્કામાં થવાનું હતું, પરંતુ હવે એ બે તબક્કામાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બન્ને તબક્કાનું કામ પૂરું કરવા માટેની ડેડલાઇન હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ આ વર્ષની ૩૧ ડિસેમ્બર નક્કી કરી છે. આથી મુંબઈ અને કોંકણમાં રહેતા લોકોએ મુંબઈ-ગોવા હાઇવે પર સરળ અને ઝડપથી પ્રવાસ કરવા માટે વધુ એક વર્ષ રાહ જોવી પડશે.

મુંબઈ-ગોવા હાઇવે : તારીખ પે તારીખ

પહેલી ડેડલાઇન

ડિસેમ્બર ૨૦૧૯

બીજી ડેડલાઇન

ડિસેમ્બર ૨૦૨૦

ત્રીજી ડેડલાઇન

ડિસેમ્બર ૨૦૨૧

ચોથી ડેડલાઇન

ડિસેમ્બર ૨૦૨૨

પાંચમી ડેડલાઇન

ડિસેમ્બર ૨૦૨૩

છઠ્ઠી ડેડલાઇન

મે ૨૦૨૩

સાતમી ડેડલાઇન

ડિસેમ્બર ૨૦૨૪

આઠમી ડેડલાઇન

ડિસેમ્બર ૨૦૨૫

 

maharashtra news maharashtra ganesh chaturthi festivals mumbai goa highway mumbai-goa highway travel travel news news mumbai news