✕

લોકમાન્ય તિલક ટર્મિનસ પર બે વ્યક્તિઓ પાસેથી ૧૨.૨૦ કરોડ રૂપિયાની કિંમતનો ગાંજો પકડાયો

28 November, 2026 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.’

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC)એ લોકમાન્ય તિલક ટર્મિનસ પરથી ૧૨.૨૦ કરોડ રૂપિયાની કિંમતનો ૧૨.૨૦ કિલો ગાંજો જપ્ત કર્યો છે, એમ એક ઑફિસરે શુક્રવારે જણાવ્યું હતું. મંગળવારે ANCના વરલી યુનિટની એક ટીમે બે વ્યક્તિઓને શંકાસ્પદ રીતે ફરતા જોયા હતા ત્યાર બાદ તેમને અટકાવીને તપાસ કરવામાં આવી હતી.

ઑફિસરે કહ્યું હતું કે ‘અમે તેમની પાસેથી ૧૨.૨૦ કરોડ રૂપિયાની કિંમતનો ૧૨.૨૦ કિલો ગાંજો જપ્ત કર્યો છે. પૂછપરછ દરમ્યાન તેમણે ઉત્તર પ્રદેશમાં ડ્રગ્સ સપ્લાય સાથે જોડાયેલા એક નેટવર્ક વિશે માહિતી આપી જેના પગલે પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ છે. આ બન્ને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.’

lokmanya tilak terminus mumbai police Crime News mumbai crime news mumbai railways indian railways news mumbai mumbai news