20 January, 2022 07:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુરુવારે મુંબઈમાં 5,708 નવા કોરોનાના નવા કેસ નોંધાયા હતા. 15 હજાર 440 લોકોએ કોરોનાને માત આપી છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 12 લોકોના મોત થયા છે.
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. બુધવારની સરખામણીમાં ગુરુવારે મુંબઈમાં નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. હકીકતે, નવા દર્દીઓ કરતાં ત્રણ ગણા વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે. BMC પ્રમાણે, ગુરુવારે મુંબઈમાં 5,708 નવા કોરોનાના દર્દીઓ નોંધાયા હતા. 15 હજાર 440 લોકોએ કોરોનાને માત આપી છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 12 લોકોના મોત થયા છે.
હાલમાં મુંબઈમાં 44 બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. ઉપરાંત, આજે નવા મળી આવેલા 5,708 દર્દીઓમાંથી માત્ર 550 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 4,795 દર્દીઓમાં કોઈ લક્ષણો જ નહોતા. 38 હજાર 093 બેડમાંથી માત્ર 4,857 બેડ જ ઉપયોગમાં છે. હાલમાં મુંબઈનો રિકવરી રેટ વધીને 96 ટકા થઈ ગયો છે.