19 September, 2026 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોખલે બ્રિજ પર અકસ્માત બાદ કચડાઈ ગયેલી કાર
અંધેરીમાં આવેલા ગોખલે બ્રિજ પર ગુરુવારે રાત્રે બે કારની ટક્કરની ઘટના બની હતી, જેને કારણે ટ્રાફિકને પણ અસર થઈ હતી. સોશ્યલ મીડિયા પર ઍક્સિડન્ટનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં બન્ને કારને ટક્કર બાદ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જણાઈ આવ્યું હતું અને કાટમાળના ટુકડા વેરવિખેર પડેલા જોવા મળી રહ્યા હતા.
એક કારના ડ્રાઇવરની બાજુનું આગળનું ટાયર અને બમ્પર ખરાબ રીતે તૂટી ગયાં હતાં, જ્યારે બીજી કારનાં આગળનાં બન્ને ટાયર નીકળી ગયાં હતાં અને આગળનો ભાગ ખરાબ રીતે કચડાઈ ગયો હતો. આ ઍક્સિડન્ટને કારણે અન્ય મોટરિસ્ટો આ અસરગ્રસ્ત વિસ્તારમાંથી સાવચેતીપૂર્વક પસાર થઈ રહ્યા હતા. સદ્ભાગ્યે આ અકસ્માતમાં કોઈ ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી.