21 June, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાંચમી જૂને મુંબ્રા સ્ટેશન પર લોકલ ટ્રેનમાંથી પડી જવાને કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ યાદીમાં ગુરુવારે એક વધુ નામ જોડાયું હતું. અકસ્માતમાં ઈજા પામેલા અનિલ મોરે નામના મુસાફરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલતી હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું. વધુ એક ઈજાગ્રસ્ત મુસાફરની સારવાર ચાલી રહી છે જે વેન્ટિલેટરના સપોર્ટ પર છે એમ થાણેના મહેસૂલી અધિકારી ઉમેશ પાટીલે જણાવ્યું હતું. ૫૧ વર્ષના અનિલ મોરેનું ગુરુવારે સવારે મૃત્યુ થયું હતું. બાકીના ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર બાદ તબિયત સુધરતાં હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.