ઓલા, ઉબરના ડ્રાઇવરો અણધારી સ્ટ્રાઇક પર ઊતરી ગયા, પ​બ્લિક પરેશાન

16 July, 2025 12:11 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

કેટલાક કિસ્સાઓમાં તો અડધે રસ્તે પહોંચીને કૅબ-ડ્રાઇવરોએ પૅસેન્જરોને રસ્તામાં જ વચ્ચે ઉતારી દીધા હતા. એ પછી પૅસેન્જરોએ પ​બ્લિક ટ્રાન્સપોર્ટનો અન્ય વિકલ્પ શોધવો પડ્યો હતો.

ગઈ કાલે આઝાદ મેદાનમાં ધરણા કરતા કૅબ-ડ્રાઇવરો. (તસવીર : રાજેન્દ્ર બી. અકલેકર)

ઓલા-ઉબર જેવી ઍપઆધારિત કૅબ-ટૅક્સીના ડ્રાઇવરો ગઈ કાલે કોઈ પણ પૂર્વસૂચના આપ્યા વગર અણધારી સ્ટ્રાઇક પર ઊતરી જતાં લોકોને ભારે હાડમારી ભોગવવી પડી હતી. કેટલાક કિસ્સાઓમાં તો અડધે રસ્તે પહોંચીને કૅબ-ડ્રાઇવરોએ પૅસેન્જરોને રસ્તામાં જ વચ્ચે ઉતારી દીધા હતા. એ પછી પૅસેન્જરોએ પ​બ્લિક ટ્રાન્સપોર્ટનો અન્ય વિકલ્પ શોધવો પડ્યો હતો.

કૅબ-ડ્રાઇવરો ગઈ કાલે બપોરે અણધારી સ્ટ્રાઇક પર ઊતરી ગયા હતા. તેઓ બધા આઝાદ મેદાન પહોંચી ગયા હતા. તેમનું કહેવું હતું કે બાઇક-ટૅક્સી ગેરકાયદે દોડી રહી છે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા એના પર કોઈ ઍક્શન લેવામાં આવતી નથી જેના કારણે અમારે સહન કરવું પડે છે, અમે આ બાબતે હવે વધુ ચૂપ નહીં બેસીએ.

ઍપઆધારિત કૅબ-ડ્રાઇવરોની માગ

  ભાડાં તર્કબદ્ધ હોવાં જોઈએ.

 મીટર-કૅબ (કાળીપીળી)નાં અને ઍપ-બેઝ્ડ કૅબનાં ભાડાં સમાન હોવાં જોઈએ.

 બાઇક-ટૅક્સી પર સખત પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.

 ડ્રાઇવરો માટે વેલ્ફેર બોર્ડ બનાવવું જોઈએ અને મહારાષ્ટ્ર ગિગ વર્ક‌ર્સ ઍક્ટનો અમલ થવો જોઈએ. 

ola uber travel travel news mumbai traffic mumbai news mumbai news maharashtra maharashtra news