ગર્ભવતી મહિલાને ટ્રેનમાં પીડા ઊપડી : GRPએ સમયસર મદદ કરી, સુખરૂપ ‌ડિલિવરી થઈ

13 July, 2025 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિના ખાતૂનને કૌસામાં આવેલી સરકારી હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેણે સાંજે ૬ વાગ્યે એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ રેલવેમાં શુક્રવારે સાંજે પતિ સાથે જઈ રહેલી એક ગર્ભવતી મહિલા હિના ખાતૂન મોહમ્મદ તૌકિરને ટ્રેન મુંબ્રા સ્ટેશન પહોંચી ત્યારે પ્રસૂતિની પીડા ઊપડતાં તરત જ સાથી-પ્રવાસીઓએ ચેઇન-પુલિંગ કરીને ટ્રેનને અટકાવી હતી. એ પછી તરત પ્લૅટફૉર્મ પર પહોંચી ગયેલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને જાણ કરવામાં આવતાં તેમણે રિક્ષાની વ્યવસ્થા કરી આપી હતી. હિના ખાતૂનને કૌસામાં આવેલી સરકારી હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેણે સાંજે ૬ વાગ્યે એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. હિનાના પતિએ GRP અને અન્ય સ્ટાફ-મેમ્બરે અણીના સમયે કરેલી મદદ બદલ સૌનો આભાર માન્યો હતો.

central railway mumbai railways railway protection force news childbirth mumbra mumbai mumbai news indian railways