સલમાન ખાનને ફરી મળી ધમકી, મેસેજમાં લખ્યું- "કાર કો બમ સે ઉડ઼ા દેંગે"

15 April, 2025 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જીવલેણ ધમકી મળી છે. આ વખતે તેને મુંબઈના વરલી સ્થિત પરિવહન વિભાગના વૉટ્સએપ નંબર પર મેસેજ મોકલવામાં આવ્યો છે. ધમકીભર્યા મેસેજમાં એક્ટરને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

સલમાન ખાન (ફાઈલ તસવીર)

બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જીવલેણ ધમકી મળી છે. આ વખતે તેને મુંબઈના વરલી સ્થિત પરિવહન વિભાગના વૉટ્સએપ નંબર પર મેસેજ મોકલવામાં આવ્યો છે. ધમકીભર્યા મેસેજમાં એક્ટરને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સાથે જ કારને બૉમ્બથી ઉડાડવાની ધમકી પણ મળી છે.

બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જીવલેણ ધમકી મળી છે. એક અજાણ્યા શખ્સે વરલીમાં પરિવહન વિભાગના વૉટ્સએપ નંબર પર ભાઈજાનને ઘરમાં ઘુસીને જાનથી મારવાની અને કારને બૉમ્બથી ઉડાડવાની ધમકીભર્યો મેસેજ મોકલ્યો છે. પોલીસે તે અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે અને તપાસમાં લાગી ગઈ છે.

ઘટના બાદ વરલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે એએનઆઈના હવાલે ઘટનાની માહિતી આપી દીધી છે. આગળની તપાસ ચાલુ છે.

પહેલા પણ અનેકવાર મળી ચૂકી છે ધમકી
છેલ્લા કેટલાક વર્ષોથી સલમાન ખાનને ધમકીઓ મળવાનો સિલસિલો ચાલુ છે. જણાવવાનું કે 8 નવેમ્બર 2024ના પણ સલમાન ખાનને મુંબઈના ટ્રાફિક કન્ટ્રોલ રૂમ દ્વારા ધમકીભર્યો કૉલ કર્યો હતો. ત્યાર બાદ વરલી પોલીસે એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કહેવાતી રીતે ધમકીભર્યા મેસેજમાં એક ગીતનો ઉલ્લેખ કર્યો હતો જેમાં સલમાન ખાન અને લૉરેન્સ બિશ્નોઈ બન્નેનો ઉલ્લેખ કરતાં ચેતવણી આપવામાં આવી હતી કે ગીત લખનારને એક મહિનાની અંદર આના ગંભીર પરિણામ ભોગવવા પડશે.

ઘરની બહાર થયો હતો ગોળીબાર
ગયા વર્ષે 14 એપ્રિલના રોજ સવારે સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટની બહાર બાઈક પર આવેલા બે શૂટર્સે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી હતી. આ ગોળીબારમાં એક ગોળી સલમાન ખાનના ઘરની દીવાલ પર પણ લાગી હતી. આ ગોળી સલમાન ખાનના ઘરે લાગેલ નેટની ચીરીને અંદર વાગી હતી. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોર બાઈક ઘટનાસ્થળે છોડીને ભાગી ગયા હતા.

ફેસબુક પોસ્ટ પર માહિતી મળી
ઘટનાની તપાસ દરમિયાન, ગોળીબારની જવાબદારી લેતી એક ફેસબુક પોસ્ટ પણ સામે આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ પોસ્ટ કથિત રીતે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ દ્વારા અપલોડ કરવામાં આવી હતી.

સલમાન ખાને શું કહ્યું?
એક ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે બોલિવૂડના ભાઈ જાનને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ ધમકીઓથી ડરે છે, ત્યારે તેમણે આકાશ તરફ ઈશારો કરીને કહ્યું, "બધું ભગવાન અને અલ્લાહ પર નિર્ભર છે. વ્યક્તિની ઉંમર તેના માટે જે લખાય છે તે જ છે." તેમણે વધુમાં કહ્યું કે ક્યારેક, સુરક્ષાના કારણોસર, ઘણા લોકોને સાથે લઈ જવું પડે છે, જે સમસ્યા બની જાય છે.

જાણો સમગ્ર મામલો
તમને જણાવી દઈએ કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ લાંબા સમયથી સલમાન ખાનને ધમકી આપી રહ્યો છે. ૧૯૯૮માં ફિલ્મ `હમ સાથ સાથ હૈ`ના શૂટિંગ દરમિયાન કાળિયાર શિકાર કેસ થયા બાદ બિશ્નોઈ સમુદાય સલમાનથી નારાજ છે. ૨૦૧૮માં જોધપુર કોર્ટમાં હાજર થવા દરમિયાન લોરેન્સ બિશ્નોઈએ જાહેરમાં કહ્યું હતું કે તે સલમાન ખાનને મારી નાખશે. એપ્રિલ 2024 માં સલમાનના ઘરે ગોળીબારની ઘટના બની ત્યારે મામલો વધુ ગંભીર બન્યો. એટલું જ નહીં, આ વર્ષે ઓક્ટોબરમાં, સલમાન ખાનના નજીકના મિત્ર રહેલા NCP નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સલમાન ખાનને Z+ સુરક્ષા આપવામાં આવી હતી.

mumbai news Salman Khan lawrence bishnoi baba siddique facebook mumbai traffic police bollywood news bollywood gossips bollywood bollywood buzz entertainment news salman khan controversies mumbai police worli mumbai