સલમાનની ભૂતપૂર્વ પ્રેમિકા સોમી અલીની બિશ્નોઈને ખુલ્લી ઑફર : ખાતરી રાખો, તમને ફાયદો થશે

18 October, 2024 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોમીએ લૉરેન્સ બિશ્નોઈને ઉદ્દેશીને લખ્યું છે ‘નમસ્તે લૉરેન્સભાઈ, મેં સાંભળ્યું છે કે જેલમાં હોવા છતાં તમે ઝૂમ પર કૉલ કરી શકો છે`

સલમાનની ભૂતપૂર્વ પ્રેમિકા સોમી અલી

બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે જ્યારે સલમાન ખાનને ધમકીઓ મળી રહી છે ત્યારે સલમાનની ભૂતપૂર્વ પ્રે​મિકા સોમી અલીએ ગઈ કાલે ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો સોશ્યલ મીડિયા પર સંપર્ક સાધી તેને ખુલ્લી ઑફર આપી છે.  

સોમીએ લૉરેન્સ બિશ્નોઈને ઉદ્દેશીને લખ્યું છે ‘નમસ્તે લૉરેન્સભાઈ, મેં સાંભળ્યું છે કે જેલમાં હોવા છતાં તમે ઝૂમ પર કૉલ કરી શકો છે. હું તમારી સાથે વાત કરવા માગું છું. પ્લીઝ, આપણે કંઈ અરેન્જ કરી શકીએ તો મને કહેજો. રાજસ્થાન એ મારી આખા વિશ્વમાં સૌથી પસંદગીની જગ્યા છે. હું ત્યાં તમારા મંદિરમાં જવા માગું છું. જોકે એ પહેલાં હું તમારી સાથે ઝૂમ કૉલ પર વાત કરવા માગું છું. ખાતરી રાખો, તમને એનાથી ફાયદો થશે. તમારો મોબાઇલ નંબર શૅર કરો. થૅન્ક યુ.’  

Salman Khan lawrence bishnoi mumbai mumbai news