09 April, 2025 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કલાકારો અને ઇવેન્ટ આયોજકોની સંસ્થા SWAR દ્વારા આજે મલાડમાં ક્રિકેટ-ટુર્નામેન્ટ
કલાકારો માટે કામ કરતી કલાકારોની સંસ્થા સંગીત વેલ્ફેર આર્ટિસ્ટ્સ રિકૉર્સ (SWAR)એ તેમના સભ્યો માટેની ઍન્યુઅલ સ્પોર્ટ્સ ઇવેન્ટ હેઠળ આજે મલાડના સરસ્વતી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ડે-નાઇટ ક્રિકેટનું આયોજન કર્યું છે; જેમાં સભ્ય કલાકારો ફાલ્ગુની પાઠક, પ્રીતિ-પિન્કી, ભૂમિ ત્રિવેદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સાથે જ હિમેશ રેશમિયા અને અન્ય જાણીતા કલાકારો જૉની લીવર અને નવરાત્રિના આયોજકો પણ કલાકારોને ચિયર-અપ કરવા આવે એ માટે આમંત્રણ મોકલવામાં આવ્યાં છે.
SWARના તુષાર સોનિગ્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૦૨માં સ્થાપવામાં આવેલી અમારી સંસ્થા SWAR કલાકારોના વેલ્ફેર, ગ્રોથ અને સપોર્ટ માટે કામ કરે છે. સંસ્થાના ૩૦૦ જેટલા મેમ્બર્સ છે. સંસ્થા દ્વારા વર્ષ દરમ્યાન અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે, જેમાં અમે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમોમાં ચૅરિટી પ્રોગ્રામ કરીએ છીએ. કૅન્સરના દરદીઓ અને વંચિતો માટે પણ ફ્રીમાં પ્રોગ્રામ કરીએ છીએ. બાબુલનાથ મંદિરમાં ભજન પ્રસ્તુત કરીએ છીએ. આ ઉપરાંત સભ્યો માટે હેલ્થ ચેક-અપ, તેમના પ્રોફેશનલ ગ્રોથ માટે નૉલેજ-બેઝ્ડ સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે. મુસીબતના સમયે સંસ્થા કલાકારોને આર્થિક સપોર્ટ પણ આપે છે.’