01 November, 2024 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેના ઘોડબંદર રોડ પર આવેલા હીરાનંદાની એસ્ટેટની પેલિકન સોસાયટીમાં ગઈ કાલે બપોરે બાવીસમા માળેથી ઝંપલાવીને ૪૫ વર્ષની દીક્ષા ધુલધુલેએ આત્મહત્યા કરી હોવાનું કાસારવડવલી પોલીસે જણાવ્યું હતું. દીક્ષા પેલિકન સોસાયટીમાં માલિશ કરવા આવતી હતી. ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે બાવીસમા માળે જઈને પહેલાં ગુટકા ખાધા અને પછી આત્મહત્યા કરી હતી. કાસારવડવલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી દીક્ષાને હૉસ્પિટલ લઈ ગઈ હતી, પણ ડૉક્ટરે તેને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. કાસારવડવલીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીક્ષા કિડનીની બીમારીથી પીડાતી હતી અને તેના દીકરાને પણ આંખમાં તકલીફ હતી. એ બધાથી કંટાળીને તેણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.’