સુપ્રીમ કોર્ટમાં શિવસેનાનાં નામ અને ચિહ્‍ન માટે હવે ઑગસ્ટમાં સુનાવણી

15 July, 2025 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૂંટણીપંચ ચિહ્‍ન અન્યને આપી શકે પણ તેમને પક્ષનું નામ અન્યને આપવાની સત્તા નથી : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

શિવસેના પક્ષનાં નામ અને ચિહ્‍ન સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એની ગઈ કાલે એની સુનાવણી થઈ હતી, પણ હવે પછીની સુનાવણી ઑગસ્ટમાં રાખવામાં આવી છે. ઑગસ્ટમાં એનો ચુકાદો આવી શકે એવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. એમાં પાછું ઉદ્ધવ ઠાકરેએ ચુકાદો ન આવે ત્યાં સુધી એ ચિહ્‍ન (ધનુષ્ય-બાણ) ફ્રીઝ કરવાની માગણી કરી છે.

ઉદ્ધવ ઠાકરેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘જો સુપ્રીમ કોર્ટ ઑગસ્ટમાં ચુકાદો આપવાની હોય તો એ ચોક્કસ સંતોષકારક બાબત કહેવાય. સુપ્રીમ કોર્ટ એ અમારી છેલ્લી આશા છે, જ્યાં ચિહ્‍નની ચોરીના પ્રકરણનો નિવેડો આવશે. અમારું ચિહ્‍ન ચોરવામાં આવ્યું છે. ચૂંટણીપંચને ચિહ્‍ન આપવાનો અધિકાર છે, પણ પક્ષનું નામ ‍આપવાનો અધિકાર નથી. એ ચૂંટણીપંચનો અધિકાર નથી જ નથી. કોઈનું નામ ઉપાડીને બીજાને આપી દેવું એ અધિકાર ચૂંટણીપંચને નથી અને એ હોઈ જ ન શકે. એને અમે માન્ય રાખતા જ નથી. એક પક્ષનું નામ ઉપાડીને બીજા કોઈને આપી દેવું એ ચૂંટણીપંચનું કાર્યક્ષેત્ર નથી. ચૂંટણી-ચિહ્‍ન ઠીક છે, પણ નામ બાબતે અમે તેમનો અધિકાર માનતા જ નથી.’

સમંદર કે નીચે

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંતર્ગત BKCથી શિળફાટા સુધીની કુલ ૨૧ કિલોમીટર લાંબી ટનલ બની રહી છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે એ ટનલના શિ‍ળફાટા અને ઘણસોલી વચ્ચે ખાડીની નીચેથી પસાર થતા ૨.૭ કિલોમીટરના હિસ્સાનો ફોટો શૅર કર્યો હતો.

uddhav thackeray shiv sena supreme court election commission of india maharashtra maharashtra news news mumbai mumbai news political news