વેસ્ટર્ન રેલવેની સમર સ્પેશ્યલ ટ્રેનોની ટ્રિપ લંબાવવામાં આવી

06 June, 2025 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રેન-નંબર ૦૯૨૦૮ ભાવનગર ટર્મિનસ- બાંદરા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન ૧૪ ઑગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

વેસ્ટર્ન રેલવે દ્વારા ગુજરાત તરફની અમુક સમર સ્પેશ્યલ ટ્રેનોની ટ્રિપમાં વધારો કરવામાં આવ્યો

વેસ્ટર્ન રેલવે દ્વારા ગુજરાત તરફની અમુક સમર સ્પેશ્યલ ટ્રેનોની ટ્રિપમાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રેન-નંબર ૦૯૨૦૭ બાંદરા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન ૧૫ ઑગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન-નંબર ૦૯૨૦૮ ભાવનગર ટર્મિનસ- બાંદરા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન ૧૪ ઑગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન-નંબર ૦૯૪૧૫ બાંદરા ટર્મિનસ-ગાંધીધામ (વીકલી) સ્પેશ્યલ ટ્રેન તેમ જ ટ્રેન-નંબર ૦૯૪૧૬ ગાંધીધામ- બાંદરા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન ૧૪ ઑગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન-નંબર ૦૯૦૫૫ બાંદરા ટર્મિનસ-ઉધના સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન તેમ જ ટ્રેન-નંબર ૦૯૦૫૬ ઉધના-બાંદરા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

કોરોના અપડેટ

 મુંબઈમાં ગઈ કાલે નવા ૩૪ કેસ નોંધાયા

 મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા ૯૮ કેસ નોંધાયા

 મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૫૪૮

mumbai bandra terminus bandra bhavnagar western railway mumbai railways indian railways news mumbai news irctc gujarat gandhidham