કોરોનાની બીજી લહેરમાં 719 તીબીબોએ ગુમાવ્યાં જીવ, સૌથી વધુ આ રાજ્યમાં ડૉક્ટર્સના મોત

12 June, 2021 04:05 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના સામે લડાનારા કોરોના વોરિયર્સ એટલે કે ડૉક્ટર્સ પણ કોરોનાથી બચી શકયા નથી. શરૂઆતમાં જ વેકિસનેશન બાદ પણ બીજી લહેરમાં 700 કરતાં પણ વધારે ડૉક્ટર્સે પોતાના જીવ ગુમાવ્યાં છે.

પ્રતિકાત્મક ફોટો

કોરોના વાઈરસની ઘાતકી અને જોખમી બીજી લહેરે દેશભરમાં હોબાળો મચાવ્યો છે. કોરોના મહામારીએ દરેક વર્ગના લોકોને પોતાના શિકાર બનાવ્યાં છે. કોરોના સામે લડાનારા કોરોના વોરિયર્સ એટલે કે ડૉક્ટર્સ પણ કોરોનાથી બચી શકયા નથી. શરૂઆતમાં જ વેકિસનેશન બાદ પણ બીજી લહેરમાં 700 કરતાં પણ વધારે ડૉક્ટર્સે પોતાના જીવ ગુમાવ્યાં છે.  

ઈન્ડિયન મેડિકલ ઓસોસિએશને (IMA) શનિવારે કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ પામનાર લોકોની એક યાદી જાહેર કરી છે. આઈએમએઓ મુજબ કોરોનાની બીજી લહેરમાં દેશભરમાંથી 719 તબીબોએ કોરોનાને લીધે પોતાના જીવ ગુમાવ્યાં છે. 719 ડૉકર્ટસમાંથી 111 ડૉક્ટર માત્ર બિહારના જ છે. આઈએમએએ જણાવ્યું રે રાજધાની દિલ્હીમાં ચિકિત્સકોની મોત મામલે બીજા નંબર પર છે. દિલ્હીમાં 109 તબીબોના મોત થયા છે. યુપીમાં 79, પશ્ચિમ બંગાળમાં 63 અને રાજસ્થાનમાં 43 તબીબોના મોત થયા છે. 

ઉત્તરાખંડ, ત્રિપુરા અને ગોવામાં બે બે તબીબોના મોત થયા છે. હરિયાણા, જમ્મુ કાશ્મીર અને પંજાબમાં ત્રણ ત્રણ તબીબોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. જ્યારે મણીપુર અને છત્તીસગઢમાં પાંચ પાંચ તબીબીઓએ જીવ ગુમાવ્યાં છે. આમ, કોરોનાની બીજી લહેરમાં કુલ 719 તબીબોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. આઈએમએના આંકડા મુજબ કોરોનાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 1400 કરતાં પણ વધારે ડૉક્ટર્સે પોતાના જીવ ગુમાવ્યાં છે.   

national news corona wariors covid19 indian medical association coronavirus