✕

અફઘાનિસ્તાનમાં સ્કૂલ પાસેના ડાયનામાઇટના ગોદામમાં ભયંકર બ્લાસ્ટ; ૭ બાળકોનાં મોત, ૧૦૦થી વધારે ઘાયલ

29 November, 2026 01:46 PM IST  |  Afghanistan | Gujarati Mid-day Correspondent

ગોદામમાં ખાણકામ કંપનીઓના વિસ્ફોટકો હતા. ગોદામમાં વિસ્ફોટકો કયા કારણોસર ફૂટ્યા તે હાલમાં સ્પષ્ટ નથી. અધિકારીઓએ તેને બેદરકારીનો કેસ ગણાવ્યો છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અફઘાનિસ્તાનના પૂર્વ વિસ્તારના કુનાર પ્રાંતમાં ગઈ કાલે એક સ્કૂલ નજીક શક્તિશાળી વિસ્ફોટમાં ૭ બાળકોએ જીવ ગુમાવ્યા હતા અને ૧૦૦થી વધુ ઘાયલ થયા હતા. અસદાબાદ શહેરના અંદાર સેર વિસ્તારની સ્કૂલની બાજુમાં આવેલા વિસ્ફોટક ડાયનામાઇટના ગોદામમાં ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ બચાવ અને તપાસ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક જાણકારી મુજબ ગોદામમાં બેદરકારીને કારણે આ ઘટના બની હતી. ગોદામમાં ખાણકામ કંપનીઓના વિસ્ફોટકો હતા. ગોદામમાં વિસ્ફોટકો કયા કારણોસર ફૂટ્યા તે હાલમાં સ્પષ્ટ નથી. અધિકારીઓએ તેને બેદરકારીનો કેસ ગણાવ્યો છે.

afghanistan accident blast pakistan news national news