GST કલેક્શને રચ્યો નવો ઇતિહાસ, એપ્રિલમાં ઑલટાઇમ હાઈ ૨.૩૭ લાખ કરોડ રૂપિયા

02 May, 2025 12:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગત વર્ષે સમાન ગાળામાં ૨.૧૦ લાખ કરોડ રૂપિયા હતું, જ્યારે માર્ચ, ૨૦૨૫માં ૧.૯૬ લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મહિનાની શરૂઆત સાથે જ દેશની અર્થવ્યવસ્થાને લઈને એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ છે. ગુડ્સ અને સર્વિસિસ ટૅક્સ (GST) કલેક્શન આ વર્ષે એપ્રિલમાં ૨.૩૭ લાખ કરોડ રૂપિયાની રેકૉર્ડબ્રેક સપાટીએ નોંધાયું છે જે વાર્ષિક ધોરણે ૧૨.૬ ટકાનો ઉછાળો દર્શાવે છે. ગત વર્ષે સમાન ગાળામાં ૨.૧૦ લાખ કરોડ રૂપિયા હતું, જ્યારે માર્ચ, ૨૦૨૫માં ૧.૯૬ લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું.

રાજ્યવાર GST કલેક્શનને ધ્યાનમાં લઈએ તો લક્ષદ્વીપમાં સૌથી વધુ ૨૮૭ ટકાનો ગ્રોથ નોંધાયો છે, જ્યારે ગુજરાતમાં પણ ડબલ ડિજિટ ૧૩ ટકાનો ગ્રોથ નોંધાયો હતો. ગયા વર્ષે એપ્રિલમાં ગુજરાતમાં ૧૩,૩૦૧ કરોડનું GST કલેક્શન નોંધાયું હતું જે એપ્રિલ ૨૦૨૫માં ૧૩ ટકા વધી ૧૪,૯૭૦ કરોડ રૂપિયા નોંધાયું છે. ગયા વર્ષે એપ્રિલમાં મહારાષ્ટ્રમાં GST કલેક્શન ૩૭,૬૭૧ કરોડ નોંધાયું હતું જે એપ્રિલ ૨૦૨૫માં ૧૧ ટકા વધીને ૪૧,૬૪૫ કરોડ રૂપિયા થયું છે. નોંધનીય છે મિઝોરમમાં સૌથી ઓછો ૨૮ ટકા ગ્રોથ જોવા મળ્યો હતો. 

goods and services tax indian economy national news news maharashtra maharashtra news