અમેરિકામાં કોવૅક્સિનની પૂર્ણ મંજૂરી માટે ભારત બાયોટેક પ્રયત્નશીલ

12 June, 2021 10:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૅનેડાની પણ મંજૂરી માગશે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડ્મિનિસ્ટ્રેશને હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કંપનીની કોવૅક્સિનને ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશન નકાર્યા પછી બીજા દિવસે કંપની તરફથી જણાવવામાં આવ્યું હતું કે એફડીએ તરફથી વધારે વિગતો માગવામાં આવી છે અને એ આપીને ફૂલ અપ્રુવલ મેળવવા માટે અમે પ્રયત્નશીલ છીએ. અમેરિકન એફડીએના તંત્રે ગયા ગુરુવારે ભારત બાયોટેકના અમેરિકાસ્થિત ભાગીદાર ઑક્યુજેનને કોવૅક્સિનના અપ્રુવલ સંદર્ભે ઇયુએ એપ્લિકેશનને બદલે બીએલએ (બાયોલૉજિક્સ લાઇસન્સ એપ્લિકેશન) સુપરત કરવાની સૂચના આપી હતી.

બીજી તરફ એક અહેવાલ મુજબ ઑક્યુજેને જણાવ્યું છે કે એ ભારતની આ સૌપ્રથમ કોવિડ-વિરોધી રસીના ઇમર્જન્સી યુઝ માટે કૅનેડાના આરોગ્ય મંત્રાલય પાસે મંજૂરી માગશે.

coronavirus covid19 covid vaccine united states of america india canada