તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને મિઝોરમમાં લૉકડાઉન લંબાવાયું

23 May, 2021 11:50 AM IST  |  New Delhi | Agency

કેન્દ્ર સરકારે આપેલી ચેતવણીને અનુસરતા તામિલનાડુએ લૉકડાઉન લંબાવીને મહિનાના અંત સુધીનું કરી દીધું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશે પણ કોરોના-કરફ્યુને લંબાવીને ૩૧ મે સુધી કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે આપેલી ચેતવણીને અનુસરતા તામિલનાડુએ લૉકડાઉન લંબાવીને મહિનાના અંત સુધીનું કરી દીધું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશે પણ કોરોના-કરફ્યુને લંબાવીને ૩૧ મે સુધી કર્યો છે. તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને કહ્યું કે ૨૪મીએ સમાપ્ત થનારા લૉકડાઉનને એક સપ્તાહ સુધી લંબાવ્યું છે. દક્ષિણનાં રાજ્યોમાં કેરલા, કર્ણાટક અને તેલંગણમાં લૉકડાઉન પહેલાં જ લંબાવાયું હતું. તો આંધ્ર પ્રદેશે પણ કરફ્યુને યથાવત્ રાખ્યો હતો. નૉર્થ-ઈસ્ટમાં મિઝોરમ સરકારે પણ લૉકડાઉનને ૭ દિવસ સુધી લંબાવ્યું હતું. નાગાલૅન્ડ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશે પણ નિયંત્રણોને ​મહિનાના અંત સુધી લંબાવ્યાં હતાં. નીતિ આયોગના સભ્ય વી. કે. પૉલે પણ કહ્યું હતું કે કોરોનાની મહામારીને કાબૂમાં લેવા માટે સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓમાં નિયંત્રણ લાવવું જરૂરી છે. 

uttar pradesh mizoram tamil nadu coronavirus covid19 covid vaccine lockdown