20 February, 2026 09:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
દેશભરમાં જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) બાકી છે એ તમામ જગ્યાએ એકસાથે એપ્રિલ મહિનામાં SIRની શરૂઆત કરવાની જાહેરાત ચૂંટણીપંચે ગુરુવારે કરી દીધી હતી. ચૂંટણીપંચના સેક્રેટરી પવન દીવાને બાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચીફ ઇલેક્શન ઑફિસરો (CEO)ને પત્ર લખીને SIR સાથે સંકળાયેલી તૈયારીઓ જલદીથી પૂરી કરવાનો નિર્દેશ આપ્યો છે. પત્રમાં લખ્યું છે કે દિલ્હી, કર્ણાટક, હરિયાણા, મહારાષ્ટ્ર સહિત તમામ બાકી બાવીસ રાજ્યોમાં SIR પ્રક્રિયા એપ્રિલ મહિનાથી શરૂ થવાની આશા છે.
જો કોઈ યુવાનને ૧૮ વર્ષ પૂરાં થઈ ગયાં હોય કે ૨૦૨૭ની પહેલી જાન્યુઆરી સુધીમાં ૧૮ વર્ષ પૂરાં થવાનાં હોય તો આવા યુવાનો નવા મતદાર તરીકે જોડાઈ શકે છે.
દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંડીગઢ, દીવ-દમણ અને દાદરા નગરહવેલી, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગણ અને ઉત્તરાખંડ.