✕

સાબરમતી એક્સપ્રેસ કાંડ દેશને અસ્થિર કરવાનું કાવતરું હતું: રાકેશ અસ્થાના

15 November, 2026 12:52 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે ‘ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) પાસે માહિતી હતી કે દેશને અસ્થિર કરવા માટે મોટું કાવતરું ઘડાયું હતું. તપાસમાં પાકિસ્તાન અને એની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ની સંડોવણી પણ ખૂલી હતી.

રાકેશ અસ્થાના

સોનિયા ગાંધીના પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’માં ગોધરા કાંડ વિશે કરાયેલા દાવા પર વિવાદ ઊભો થયો છે. સોનિયા ગાંધીએ પુસ્તકમાં લખ્યું હતું કે સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગવાનું કારણ હજુ પણ વિવાદિત છે. આ ટિપ્પણી પર ગુજરાત પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના તત્કાલીન વડા રાકેશ અસ્થાનાએ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ઘટના કોઈ અકસ્માત નહોતી, એક આયોજનબદ્ધ કાવતરું હતું.

રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે ‘ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) પાસે માહિતી હતી કે દેશને અસ્થિર કરવા માટે મોટું કાવતરું ઘડાયું હતું. તપાસમાં પાકિસ્તાન અને એની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ની સંડોવણી પણ ખૂલી હતી. અમન ગેસ્ટ હાઉસના માલિક અબ્દુલ રઝાક કુરકુરને પાકિસ્તાનથી ફોન આવતા હતા અને ત્યાં હિઝબુલના આતંકીઓની હિલચાલ પણ હતી.’

યુ.સી. બૅનરજી કમિશનના અહેવાલ વિશે વાત કરતાં રાકેશ અસ્થાનાએ કહ્યું કે કમિશને દાવો કર્યો હતો કે કારસેવકો સ્ટવ લઈને મુસાફરી કરી રહ્યા હતા અને એનાથી આગ લાગી હતી, પરંતુ હાઈ કોર્ટે આ રિપોર્ટ ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે બનાવેલી કમિટીએ પણ સ્વીકાર્યું હતું કે આગ જાણીજોઈને લગાવવામાં આવી હતી અને એના પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા.

godhra pakistan fire incident gujarat police gujarat news india national news news sonia gandhi