`આવા કાર્યો કરવાનું બંધ કરો` પાક. સાથેના તણાવ વચ્ચે ભારતે ચીનને પણ આપ્યો ફટકો

14 May, 2025 10:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

India China Relation: પાકિસ્તાન સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, ભારતે ચીનને પણ કડક સંદેશ આપ્યો છે. ભારતે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવા સામે વાંધો ઉઠાવ્યો છે. ભારત કહે છે કે અમે આવા પ્રયાસોને સંપૂર્ણપણે નકારીએ છીએ.

PM નરેન્દ્ર મોદી અને જિંગપીનગ (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)

India China Relation: પહલગામ હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ભારતે ઑપરેશન સિંદૂર લૉન્ચ કર્યું છે. આ ઓપરેશન હેઠળ, ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને તેમને નષ્ટ કર્યા. પાકિસ્તાન સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, ભારતે ચીનને પણ કડક સંદેશ આપ્યો છે. ભારતે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવા સામે વાંધો ઉઠાવ્યો છે. ભારત કહે છે કે અમે આવા પ્રયાસોને સંપૂર્ણપણે નકારીએ છીએ. ભારતે ચીનના આ પ્રયાસને  નિરર્થક ગણાવ્યો હતો. ભારતે ચીનને સ્પષ્ટપણે કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરની જેમ, અરુણાચલ પ્રદેશ પણ ભારતનો અભિન્ન ભાગ છે અને ભવિષ્યમાં પણ આમાં કોઈ બદલાવ નહીં આવે.

ચીનના પ્રયાસને ભારતે નકારી કાઢ્યું
India China Relation: ચીન સરકારના આ પગલા અંગે મીડિયાને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "અમે જોયું છે કે ચીને ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના તેના વ્યર્થ અને વાહિયાત પ્રયાસો ચાલુ રાખ્યા છે. અમારા સૈદ્ધાંતિક વલણને ધ્યાનમાં રાખીને, અમે આવા પ્રયાસોને સ્પષ્ટપણે નકારીએ છીએ." જયસ્વાલે વધુમાં કહ્યું, "સર્જનાત્મક નામ બદલવાથી એ નિર્વિવાદ વાસ્તવિકતા બદલાશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે."

પહેલા પણ કર્યો હતો આવો પ્રયાસ
આ પહેલી વાર નથી જ્યારે ચીને ભારતની રાજ્યોના સ્થળોના નામ બદલવાનો પ્રયાસ કર્યો હોય. આ પહેલા ચીને પોતાના દેશના સ્થળોના નામોની યાદી બહાર પાડી હતી. બેઇજિંગ દ્વારા જે 30 સ્થળોનું નામ બદલવામાં આવ્યું છે તેમાં 12 પર્વતો, ચાર નદીઓ, એક તળાવ, એક પર્વતમાળા, 11 રહેણાંક વિસ્તારો અને જમીનનો ટુકડો શામેલ છે.

India China Relation: 2017 માં, બેઇજિંગે અરુણાચલ પ્રદેશના છ સ્થળોની યાદી બહાર પાડી હતી. આ પછી 2021માં 15 સ્થળો સાથે બીજી યાદી બહાર પાડવામાં આવી, જ્યારે 2023માં 11 વધારાના સ્થાનોના નામો સાથે બીજી યાદી બહાર પાડવામાં આવી. ભારતે અરુણાચલ પ્રદેશના અલગ-અલગ વિસ્તારોના નામ બદલવાના ચીનના પ્રયાસને વારંવાર નકારી કાઢ્યો છે.

પાકિસ્તાનને ચીનનો ટેકો
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ચીને પાકિસ્તાનને ખાસ કરીને તેની સાર્વભૌમત્વ અને સુરક્ષાના રક્ષણમાં પોતાનો ટેકો ફરીથી વ્યક્ત કર્યો. અહેવાલો અનુસાર, ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ રવિવારે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન, ડારે વાંગને જમ્મુ અને કાશ્મીરના પહલગામ ક્ષેત્રમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે વધી રહેલા તણાવ વિશે માહિતી આપી હતી.

india china arunachal pradesh operation sindoor Pahalgam Terror Attack ministry of external affairs national news news