પાકિસ્તાન બાદ હવે ચીન પર ભારતની ડિજિટલ સ્ટ્રાઈક, આ બે મોટા X એકાઉન્ટ કર્યા બંધ

15 May, 2025 06:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

India digital strike on China: "અમે જોયું છે કે ચીન ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં સ્થળોના નામ આપવાના તેના નિરર્થક અને વાહિયાત પ્રયાસો ચાલુ રાખ્યું છે," વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુદ્દા પર મીડિયાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું.

ચીનના X એકાઉન્ટ બૅન (તસવીર: સોશિયલ મીડિયા)

ભારત સરકાર દ્વારા બુધવારે ચીનના રાજ્ય મીડિયા ગ્લોબલ ટાઇમ્સ અને શિન્હુઆ ન્યૂઝના સોશિયલ મીડિયા (India digital strike on China) પ્લેટફોર્મ X પરના એકાઉન્ટને દેશમાં બ્લૉક કર્યા હતા. ભારત દ્વારા પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ સામે કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીના થોડા દિવસો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ બન્ને મીડિયા આઉટલેટ્સ ભારત વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા હતા અને પાકિસ્તાનના પ્રચારને પ્રોત્સાહન આપી રહ્યા હતા. ભારતના યુઝર્સ દ્વારા ગ્લોબલ ટાઇમ્સનું એકાઉન્ટ ખોલતી વખતે, "કાનૂની માગના જવાબમાં IN માં એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે @globaltimesnews." એવું લખેલું સ્ક્રીન પર દેખાય છે.

ભારતે આ પહેલા 8 મેના રોજ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને ભારત સરકાર (India digital strike on China) તરફથી ઍક્ઝિક્યુટિવ ઑર્ડર મળ્યા હતા જેમાં X ને ભારતમાં 8,000 થી વધુ એકાઉન્ટ્સને બ્લૉક કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં કંપનીના સ્થાનિક કર્મચારીઓને નોંધપાત્ર દંડ અને કેદ સહિત સંભવિત દંડ થઈ શકે છે, તેમ ANI દ્વારા અહેવાલ મુજબ ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ દ્વારા જાહેર કરેલા એક નિવેદનમાં જણાવાયું હતું.

7 મેના રોજ, ચીનમાં ભારતીય દૂતાવાસે ગ્લોબલ ટાઇમ્સ પર પાકિસ્તાનની સેનાએ (India digital strike on China) ભારતીય ફાઇટર જૅટને તોડી પાડ્યાના અહેવાલ બદલ ટીકા કરી હતી અને આવા અહેવાલો પ્રકાશિત કરતા પહેલા તથ્યો અને સૂત્રોની ચકાસણી કરવાની સલાહ આપી હતી. "પ્રિય @globaltimesnews, અમે ભલામણ કરીશું કે તમે આ પ્રકારની ખોટી માહિતી ફેલાવતા પહેલા તમારા તથ્યો ચકાસો અને તમારા સૂત્રોની સરખી રીતે તપાસ કરો," ચીનના બીજિંગમાં સ્થિત ભારતીય દૂતાવાસે X પર કહ્યું.

ભારતે અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલવાના ચીનના પગલાને નકારી કાઢ્યો

ભારતે આજે અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલવાના ચીનના પગલાને (India digital strike on China) નકારી કાઢ્યો. વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું કે આવા પ્રયાસો ‘હાનિકારક’ છે અને તે ’નિર્વિવાદ વાસ્તવિકતાને બદલશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ રહેશે. બીજિંગ દ્વારા અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળો માટે ચીની નામોની જાહેરાત કર્યા પછી ભારત સરકારની પ્રતિક્રિયા આવી. "અમે જોયું છે કે ચીન ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં સ્થળોના નામ આપવાના તેના નિરર્થક અને વાહિયાત પ્રયાસો ચાલુ રાખ્યું છે," વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુદ્દા પર મીડિયાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું. "અમારા સૈદ્ધાંતિક વલણ સાથે સુસંગત, અમે આવા પ્રયાસોને સ્પષ્ટપણે નકારીએ છીએ," તેમણે ઉમેર્યું.

china indian government twitter social media jihad pakistan national news