મેડિકલ વીઝા પણ માત્ર ૨૯ એપ્રિલ સુધી વૅલિડ

25 April, 2025 08:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાની નાગરિકો માટે વીઝા-સર્વિસ તાત્કાલિક અમલથી બંધ

પ્રતીકાત્મક તસવીર

પહલગામ આતંકવાદી હુમલા બાદ મળેલી ઉચ્ચસ્તરીય કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટી (CCS)ની બેઠકમાં લેવામાં આવેલા રાજદ્વારી નિર્ણયોના અનુસંધાનમાં હવે ભારતે પાકિસ્તાની નાગરિકો માટેની વીઝા-સર્વિસ તાત્કાલિક અસરથી અમલમાં આવે એવી રીતે બંધ કરી દીધી છે. ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ માન્ય વીઝા ૨૭ એપ્રિલથી અમલમાં આવે એમ રદ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા મેડિકલ વીઝા પણ માત્ર ૨૯ એપ્રિલ સુધી અમલી રહેશે.

જે પાકિસ્તાની નાગરિકો હાલ ભારતમાં છે તેમણે તેમના વીઝાની મુદત સમાપ્ત થાય એ પહેલાં ભારત દેશ છોડી દેવાનો રહેશે એવો સુધારો કરવામાં આવ્યો છે.

આ સિવાય વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી ટાળવાની કડક સલાહ આપી છે. હાલમાં જે ભારતીય નાગરિકો પાકિસ્તાનમાં છે તેમને પણ વહેલામાં વહેલી તકે ભારત પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.

jammu and kashmir kashmir Pahalgam Terror Attack terror attack pakistan india travel travel news news national news