રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયે મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે

18 January, 2025 09:27 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

મહાકુંભમાં કૉન્ગ્રેસ સેવા દળના શિબિરમાં પણ આ બન્ને નેતાઓ જશે. તેમના આગમન માટે કૉન્ગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે.

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેમનાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા મહાકુંભમાં જવાનાં છે અને ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. તેઓ ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયે પ્રયાગરાજ આવશે. ત્રિવેણી સંગમમાં સ્નાન બાદ રાહુલ અને પ્રિયંકા શંકરાચાર્ય અને સંતોના આશીર્વાદ લેશે. મહાકુંભમાં કૉન્ગ્રેસ સેવા દળના શિબિરમાં પણ આ બન્ને નેતાઓ જશે. તેમના આગમન માટે કૉન્ગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે.

rahul gandhi priyanka gandhi prayagraj kumbh mela uttar pradesh religion religious places national news news congress