20 May, 2025 07:55 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
મહાકાલ મંદિર
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં ૨૬૦૦ વર્ષ જૂની દરવાજા પરંપરાને પુનર્જીવિત કરવામાં આવી રહી છે. મૅનેજમેન્ટ કમિટીએ મહાકાલ મંદિર તરફ જતા તમામ રસ્તાઓ પર વિશાળ દરવાજા બનાવવાનો નિર્ણય લીધો છે. આ પરંપરા પ્રાચીનકાળથી ચાલી આવે છે જેમાં રાજાઓ અને સમ્રાટો મંદિરના પ્રવેશમાર્ગો પર દરવાજા બનાવતા હતા. કલેક્ટર રોશનકુમાર સિંહની અધ્યક્ષતામાં મળેલી મંદિર વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં મહાકાલ મંદિરના પ્રવેશમાર્ગો પર દરવાજા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિ ઉજ્જૈન વિકાસ સત્તામંડળ દ્વારા આ દરવાજાઓનું નિર્માણ કરાવશે.
શું છે યોજના?