ગુલમર્ગમાં સાડી પહેરીને સ્નોબોર્ડિંગ કરતી મુંબઈની સ્કેટબોર્ડર વાઇરલ થઈ ગઈ

07 March, 2026 11:29 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

ઊર્મિલા પાબલે ભારતીય સંસ્કૃતિનું ઍક્શન સ્પોર્ટ્‌સ સાથે ફ્યુઝન કરવા માટે પ્રખ્યાત છે

વાઇરલ ક્લિપમાં ઊર્મિલા સાથે પ્રોફેશનલ રાઇડર લિન્ડા પણ દેખાય છે

કાશ્મીરના ગુલમર્ગમાં બરફના પહાડો પર સાડી પહેરીને સ્નોબોર્ડિંગ કરતી મુંબઈની સ્કેટબોર્ડર અને સ્નોબોર્ડરનો વિડિયો મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ઊર્મિલા પાબલે ભારતીય સંસ્કૃતિનું ઍક્શન સ્પોર્ટ્‌સ સાથે ફ્યુઝન કરવા માટે પ્રખ્યાત છે.

વાઇરલ ક્લિપમાં ઊર્મિલા સાથે પ્રોફેશનલ રાઇડર લિન્ડા પણ દેખાય છે. સોશ્યલ મીડિયા યુઝર્સે આ વિડિયો મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ગણાવ્યો હતો. વિડિયો વાઇરલ થતાં લાખો વ્યુઝ મેળવી ગયો અને લોકોએ સાડી પહેરેલી આ સુપરવુમનનાં ભરપૂર વખાણ કર્યાં.

અગાઉ પ્રિયંકા ચોપડાએ પણ તેનો વિડિયો રીપોસ્ટ કરીને તેની પ્રશંસા કરી હતી.

jammu and kashmir gulmarg viral videos mumbai national news news