કર્ણાટકમાં ઓમિક્રોનથી સંક્રમિત શખ્સ ફરાર, 10 લાપતા યાત્રીઓની શોધખોળ શરૂ

03 December, 2021 07:42 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કર્ણાટક સરકારે આજે શુક્રવારે કહ્યું કે રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant)થી સંક્રમિત બે લોકોમાંથી એક વ્યક્તિ લેબમાંથી કોરોના નેગેટિવ સર્ટિફિકેટ લઈ ભાગી ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

કર્ણાટક સરકારે આજે શુક્રવારે કહ્યું કે રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant)થી સંક્રમિત બે લોકોમાંથી એક વ્યક્તિ લેબમાંથી કોરોના નેગેટિવ સર્ટિફિકેટ લઈ ભાગી ગયો હતો. રાજ્યમાં એ 10 લોકોની પણ શોધખોળ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે કથિત રીતે એરપોર્ટથી લાપતા થઈ ગયા હતાં. કર્ણાટકના પ્રધાન અશોકે ઓમિક્રોન પર એક બેઠકનું આયોજન કર્યુ હતું. આ બેઠક બાદ તેમણે કહ્યું હતું કે આજ રાત સુધીમાં લાપતા તમામ લોકોની શોધખોળ થઈ જવી જોઈએ અને તેમના ટેસ્ટ પણ થઈ જવા જોઈએ. યાત્રીઓને તેમના રિપોર્ટના પરિણામ ન આવે ત્યાં સુધી એરપોર્ટથી બહાર જવા દેવામાં આવશે નહીં. 

આ ઉપરાંત મંત્રીએ વધુમાં કહ્યું કે એક 66 વર્ષીય દક્ષિણી આફ્રિકી નાગરિક ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હતો અને તે ભાગી ગયો હતો. તેમણે જણાવ્યું કે અન્ય  57 યાત્રીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે, જે તે સમયે એરપોર્ટની આસપાસ હતાં, ભલે પછી તે તમામ યાત્રીઓનો RT-PCR ટેસ્ટ નેગેટિવ કેમ ન આવ્યો હોય. લાપતા 10 લોકોએ તેમનો મોબાઈલ પણ બંધ કરી દીધો છે અને તેમનો સંપર્ક થઈ રહ્યો નથી.

મંત્રીએ વધુમાં કહ્યું  કે હવે બધા લોકોનો ટેસ્ટ કરવામાં આવશે કારણ કે તેમાંથી એક વ્યક્તિએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવ્યો છે પરંતુ તેની ઓમિક્રોન ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવી છે. તે વ્યક્તિ 20 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી આવ્યો હતો અને સાત દિવસ બાદ દુબઈ જવા રવાના થયો હતો. 

આ સાથે જ તે વ્યક્તિના સંપર્કમાં આવેલા 24 લોકોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે અને તે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.  

 

 

 

 

 

 

 

 

national news karnataka coronavirus covid19 Omicron Variant