Omicron Variant: 40 વર્ષથી વધુ ઉંમર વાળાઓએ બુસ્ટર ડોઝ જરૂરી, જાણો વિગત

03 December, 2021 07:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોનાના નવા વેરિયન્ટે દસ્તક દેતા ફરી ચિંતાનો માહોલ ઉભો થયો છે.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોનાના નવા વેરિયન્ટે દસ્તક દેતા ફરી ચિંતાનો માહોલ ઉભો થયો છે. જેને લઈ બુસ્ટર ડોઝ  લગાવવાની ચર્ચા ફરી એક વાર શરૂ થઈ છે. ભારતીય SARS-coV-2 જેનેટિક્સ કંસોટિર્યમ અથવા INSACOGએ કહ્યું કે 40 વર્ષ કરતાં વધુ ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ લેવાની ભલામણ કરી છે. 

લોકસભામાં કોરોના મહામારીની સ્થિતિ પર ચર્ચા દરમિયાન સાંસદોને કોરોના રસીના બુસ્ટર ડોઝની માંગ કરી હતી. આની વચ્ચે લેબના વૈજ્ઞાનિકોઓ આ બુસ્ટર ડોઝની ભલામણ કરી છે. INSACOG કોરોનાના જીનોમ વેરિએશન્સની દેખરેખ હેઠળ સરકાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય પરીક્ષણ પ્રયોગશાળાઓનું એક નેટવર્ક છે. 
 
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે રસી ન લેનારા લોકોએ સૌથી પહેલા રસીકરણ કરાવવું. રસી ન લેનારા લોકો પર કોરોનાનું જોખમ વધારે છે. વૈજ્ઞાનિકોએ એ પણ કહ્યું છે કે વર્તમાન રસીના ડોઝ કોરોનાના નવો વેરિયન્ટ ઓમિક્રોન સામે લડી શકે તેટલા શક્તિશાળી નથી. આ સાથે જ સંસ્થાએ ઓમિક્રોનથી પ્રભાવિત વિસ્તારના દેશો પર નજર રાખવાની પણ સલાહ આપી છે. 

 

national news coronavirus covid19 Omicron Variant