ભારતની ઍર ડિફેન્સ સિસ્ટમની સરખામણી ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરો જેફ થૉમસન અને ડેનિસ લિલી સાથે કરી

13 May, 2025 12:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ પ્રેસ કૉન્ફરન્સમાં વિરાટ કોમલીના રિટાયરમેન્ટની પણ વાત કરી, કહ્યું મારો ફેવરિટ છે

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાન સામે કરવામાં આવેલી ઑપરેશન સિંદૂર પરની પ્રેસ-બ્રીફિંગમાં DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ ભારતની ઍર ડિફેન્સ સિસ્ટમની સરખામણી ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરો ડેનિસ લિલી અને જેફ થૉમસન સાથે કરી હતી. તેમણે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘જેમ આ ક્રિકેટરોએ તેમના ફીલ્ડમાં પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે એમ ભારતીય સૈનિકોએ પણ ત્રણેય વિભાગમાં પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે અને નાપાક ઇરાદા રાખતા પાકિસ્તાનને ધ્વસ્ત કર્યું છે.’

આ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘ક્રિકેટનું ઉદાહરણ આપું તો આપને આસાન ભાષામાં સમજાશે. આ ઉદાહરણથી હું એક મુદ્દો હાઇલાઇટ કરવા માગું છું. મને લાગે છે કે એ ૭૦નો દસકો હતો. એ સમયે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ઍશિઝ રમાતી હતી. આજે ક્રિકેટની પણ વાત કરવી જોઈએ, કારણ કે હું જોઈ રહ્યો હતો કે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ઘણા ભારતીયોની જેમ વિરાટ કોહલી મારો પણ ફેવરિટ છે... તો ૭૦ના દસકામાં ઍશિઝ સિરીઝ ચાલી રહી હતી. એ સમયે ઑસ્ટ્રેલિયાના બે ફાસ્ટ બોલરોનું ક્રિકેટમાં મોટું નામ હતું. ડેનિસ લિલી અને જેફ થૉમસન નામના આ બે બોલરો અંગ્રેજી બૅટિંગ લાઇનઅપનો નાશ કરતા હતા. એ સમયે ઑસ્ટ્રેલિયાએ એક કહેવત બનાવી હતી, From ashes to ashes and from dust to dust, if Thommo don’t get ya, Lillee surely must. મતલબ કે રાખથી રાખ સુધી, ધૂળથી ધૂળ સુધી, જો થૉમસનને (વિકેટ) ન મળે તો લિલીને અવશ્ય મળશે. જો તમે આપણા લેયરને જોશો તો તમે સમજી જશો કે હું શું કહેવા માગું છું. જો પાકિસ્તાન તમામ સિસ્ટમને પાર કરી પણ લે તો એને ઍર ફીલ્ડ કે લૉજિસ્ટિક ઇન્સ્ટૉલેશન અથવા જે ટાર્ગેટ કર્યું હોય એ પહેલાંની લેયર ગ્રિડની સિસ્ટમ તમને તોડી પાડશે. તમે જે પાકિસ્તાનની દુર્દશા જોઈ છે, અમારું ઍર ફીલ્ડ દરેક પ્રકારથી પાકિસ્તાનને નષ્ટ કરવામાં સક્ષમ છે.

operation sindoor indian army indian air force indian navy indian government ind pak tension india Pakistan occupied Kashmir Pok pakistan national news news