19 May, 2025 10:42 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
ભારતીય સેના (Indian Army)ના પશ્ચિમી કમાન્ડે ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)નો એક નવો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો (Operation Sindoor New Video)માં સેના પાકિસ્તાન (Pakistan)ના ડ્રોન હુમલાનો યોગ્ય જવાબ આપતી જોવા મળી રહી છે.
‘ઓપરેશન સિંદૂર’નો નવો વીડિયો ભારતીય સેનાએ પોસ્ટ કર્યો છે. સેનાએ આ વીડિયો જાહેર કરીને લખ્યું છે કે, અમે ધરતી પરથી આકાશની સુરક્ષા કરીએ છીએ. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ભારતીય સેનાએ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો કેવી રીતે જવાબ આપ્યો અને દુશ્મન ચોકીઓને નષ્ટ કરી. સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor New Video) સંબંધિત વીડિયો સતત શેર કરવામાં આવી રહ્યા છે.
ભારતીય સેનાએ શૅર કરેલા આ ૫૩ સેકન્ડના વીડિયોમાં સેનાની બહાદુરી અને હિંમત દેખાય છે. વીડિયોમાં જોવા મળે છે કે સેના પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ડ્રોન હુમલાનો યોગ્ય જવાબ આપી રહી છે. સેનાએ વીડિયો જાહેર કરીને લખ્યું છે કે, ‘દુશ્મનોને જમીનદોસ્ત કરવાનું કામ.’
અહીં જુઓ વીડિયોઃ
ગઈકાલે રવિવારે ૧૮ મે ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ સંબંધિત એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાનના મિસાઇલ હુમલાને રોકીને બદલો લેવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોરદાર વિસ્ફોટો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.
અહીં જુઓ વીડિયોઃ
નોંધનીય છે કે, ૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ (Pahalgam)માં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack)માં આતંકવાદીઓએ ૨૬ પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. આ હુમલામાં એક નેપાળી પ્રવાસીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ પછી, ૬-૭ મેની રાત્રે, ભારતે વળતો હુમલો કર્યો અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan occupied Kashmir PoK)માં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા, જેમાં ૧૦૦ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) નામ આપવામાં આવ્યું હતું. આ હુમલો જોઈને, પાકિસ્તાન ગભરાઈ ગયું અને ૭ થી ૧૦ મેની વચ્ચે ભારત પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો. ભારતે પણ પાકિસ્તાન (India-Pakistan Tension) ના હુમલાનો જવાબ આપ્યો અને તેના ૧૧ એરબેઝનો નાશ કર્યો. ૧૦ મેની સાંજે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ (India-Pakistan ceasfire) કરાર પર હસ્તાક્ષર થયા, પરંતુ પાકિસ્તાન ત્યાં પણ અટક્યું નહીં. પાકિસ્તાને તે રાત્રે પણ ભારત પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો, પરંતુ તેના ઇરાદા સફળ થયા નહીં.
તમને જણાવી દઈએ કે, જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)માં આતંકવાદી માસ્ટર અને તેમના મદદગારોને શોધવા માટે એક ખાસ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શોપિયા (Shopian)માં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજે સવારે શોપિયાના ડીકે પોરા વિસ્તારમાં એક સંયુક્ત કાર્યવાહીમાં, સેના અને સીઆરપીએફએ આતંકવાદીઓને મદદ કરનારા બે સહયોગીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી બે પિસ્તોલ, ચાર ગ્રેનેડ અને ૪૩ કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા.