Operation Sindoor: જમ્મુ, અમ્રિતસર અને જૈસલમેરમાં પાકિસ્તાની ડ્રોનથી હુમલો, અનેક સ્થળે બ્લેકઆઉટ

09 May, 2025 07:18 AM IST  |  Srinagar | Gujarati Mid-day Online Correspondent

Operation Sindoor: પાકિસ્તાને જમ્મુમાં અનેક સ્થળોએ ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, જેના પગલે જમ્મુમાં અનેક સ્થળઓ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ભારત (India)નું સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં ૨૨ એપ્રિલે મંગળવારે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)નો જવાબ આપવા ભારતે શરુ કરેલા ‘ઓપરેશન સિંદુર’ (Operation Sindoor)ના એક દિવસ પછી પાકિસ્તાન (Pakistan)એ જમ્મુ-કાશ્મીરમાં ડ્રોન હુમલો કર્યો છે. પાકિસ્તાનના આ ડ્રોન હુમલાને કારણે જમ્મુ-કાશ્મીરમાં બ્લેકઆઉટ (Blackout in Jammu-Kashmir) લાગુ કરવામાં આવ્યો છે. સાયરન વાગ્યા પછી કુપવાડા (Kupwada)માં બ્લેકઆઉટ થયાના અહેવાલો છે. જોકે, ભારતીય સુરક્ષા દળો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.

ગુરુવારે સાંજે જમ્મુ (Jammu)માં અનેક મોટા વિસ્ફોટો થયા, જેના કારણે સમગ્ર શહેરમાં સંપૂર્ણ અંધારપટ (Blackout in Jammu) છવાઈ ગયો, જેના કારણે રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો. જમ્મુમાં ધમાકાના અવાજ સંભળાયા હતા. કેટલાક વિસ્તારમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. સાયરનના અવાજો સંભળાવા લાગ્યા હતા. જમ્મુની સૈનિક કોલોની અને એરપોર્ટ પર ધમાકાના અવાજ બાદ અફરાતફરી મચી ગઈ છે. સાંબામાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુના આકાશમાં ડ્રોન ઉડતા જોવા મળ્યા છે. કેટલીક મિસાઇલો પણ છોડવામાં આવી હોવાના અહેવાલો છે.  એવી પણ માહિતી મળી રહી છે કે પાકિસ્તાને માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં પરંતુ રાજસ્થાન (Rajasthan) અને પંજાબ (Punjab) સરહદ પર પણ હુમલો કર્યો છે.

ગુરુવારે પાકિસ્તાને જમ્મુમાં એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ ફરી એકવાર આકાશમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું. આ ઉપરાંત, જમ્મુના અન્ય વિસ્તારોમાં પણ ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો, જેને S-૪૦૦ વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. સમગ્ર જમ્મુ અને કાશ્મીરને બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે.

પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ જમ્મુ યુનિવર્સિટી નજીક બે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા. જમ્મુ એરપોર્ટ, જમ્મુ રેલ્વે સ્ટેશન, ચન્ની હિંમત (જમ્મુ), આરએસ પુરા (જમ્મુને અડીને આવેલા સરહદી વિસ્તાર) માં ડ્રોનથી હુમલો કરવાનો પાકિસ્તાનનો નિષ્ફળ પ્રયાસ થયો હતો.

એટલું જ નહીં, પાકિસ્તાનીઓએ જેસલમેરમાં પણ હુમલાના પ્રયત્ન કર્યા હતા. જેસલમેરમાં ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાની ડ્રોનને અટકાવવામાં આવ્યા. જેસલમેરમાં વિસ્ફોટો સંભળાયા હતા અને આકાશમાં ચમકારા પણ દેખાયા હતા.

પાકિસ્તાનના હુમલાઓથી બોર્ડર પર ટેન્શન ચાલી રહ્યું છે. ત્યારે પંજાબના અમૃતસરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો છે.

આ વિસ્તારોમાં ભારે ગોળીબાર ચાલુ

જમ્મુમાં ડ્રોન હુમલા બાદ ભારત-પાક સરહદ પર ભારે ગોળીબાર ચાલુ છે. પૂંછ અને કુપવાડામાં નિયંત્રણ રેખા પર ગોળીબારના અવાજો સંભળાઈ રહ્યા છે. સાંબામાં ગોળીબાર થઈ રહ્યો છે. પંજાબ અને રાજસ્થાન સરહદ પરથી પણ વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. તણાવ સતત વધી રહ્યો છે.

પાકિસ્તાને જમ્મુથી રાજસ્થાનના જેસલમેર સુધી ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો છે. પાકિસ્તાનના આ ડ્રોન હુમલાને કારણે જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પંજાબના ઘણા શહેરો બ્લેકઆઉટ થઈ ગયા છે. જોકે, ભારતીય સુરક્ષા દળો પાસેથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. જમ્મુ, સાંબા, પઠાણકોટ અને આરએસપુરા પર પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને તોડી પાડવા માટે S 400 નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

operation sindoor Pahalgam Terror Attack terror attack jammu and kashmir Pakistan occupied Kashmir Pok india pakistan indian government national news news