ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન સામે EDની લાલ આંખ, મુંબઈ-દિલ્હી-સુરત સહિત ૧૫ સ્થળોએ દરોડા

14 August, 2025 07:01 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Parimatch Illegal Betting App Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ `પેરિમેચ` ગેરકાયદેસર સટ્ટાબાજીની તપાસમાં કડક પગલાં લીધા; ઇડીએ મુંબઈ, દિલ્હી-એનસીઆર અને સુરત સહિત મેટ્રો શહેરોમાં ૧૫ સ્થળોએ દરોડા પાડ્યા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન (Illegal Betting App) `પેરિમેચ` (Parimatch)ના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate)એ ગઈકાલે અનેક ઠેકાણે દરોડા પાડ્યા છે. મુંબઈ (Mumbai), દિલ્હી-એનસીઆર (Delhi-NCR), હૈદરાબાદ (Hyderabad), જયપુર (Jaipur), મદુરાઈ (Madurai) અને સુરત (Surat)માં લગભગ ૧૫ સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (Prevention of Money Laundering Act - PMLA) હેઠળ શરૂ કરાયેલી આ તપાસ ૨૦૨૪ની શરૂઆતમાં મુંબઈ સાયબર પોલીસ (Mumbai Cyber Police) દ્વારા નોંધાયેલી એફઆઇઆર પર આધારિત છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના જણાવ્યા અનુસાર, પેરિમેચ ઓપરેટરોએ ભારતીય વપરાશકર્તાઓ પાસેથી મોટી રકમ ઉપાડી લીધી હતી અને અનેક રાજ્યોમાં ફેલાયેલા મ્યુલ બેંક ખાતાઓ (ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાં ખસેડવા અથવા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતાઓ)ના વેબ દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા હતા. અત્યાર સુધીમાં, એજન્સીએ વિદેશી સટ્ટાબાજી સિન્ડિકેટ સાથે જોડાયેલા રૂ. ૨૦૦૦ કરોડથી વધુના ગેરકાયદેસર ભંડોળના પ્રવાહને શોધી કાઢ્યો છે.

વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં મુંબઈ સાયબર પોલીસને વપરાશકર્તાઓ દ્વારા તેમની થાપણો ગુમાવવા, ઉપાડ બ્લોક કરવા, ખાતાઓ સ્થિર કરવા અને બોનસ અચાનક રદ કરવા અંગે અનેક ફરિયાદો મળ્યા બાદ તપાસ શરૂ થઈ હતી, જે મોટા પાયે છેતરપિંડી સૂચવે છે. ફરિયાદોને કારણે સાયબર છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો, અને બાદમાં EDએ કેસ પોતાના હાથમાં લીધો હતો. પેરિમેચ સટ્ટાબાજી એપ્લિકેશને આક્રમક ડિજિટલ માર્કેટિંગ, સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ અને સ્પોર્ટ્સ સ્પોન્સરશિપ દ્વારા ભારતીય વપરાશકર્તાઓને આકર્ષિત કર્યા હોવાનો આરોપ છે.

EDને હવાલા નેટવર્ક અને ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) ટ્રાન્સફર દ્વારા વિદેશમાં ભંડોળ મોકલવામાં આવતું હોવાના પુરાવા પણ મળ્યા છે. તમિલનાડુ (Tamil Nadu)ના એટીએમ (ATM)માંથી રોકડ ઉપાડ અને ઓછા મૂલ્યના યુપીઆઇ (UPI) વ્યવહારો જેવી યુક્તિઓનો ઉપયોગ નાણાંના ટ્રેલને વધુ છુપાવવા માટે કરવામાં આવ્યો હતો.

ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન્સની તપાસમાં તીવ્ર વધારો થયો છે, હૈદરાબાદ (Hyderabad) ઇડીએ જુલાઈ ૨૦૨૫માં ૨૯ સેલિબ્રિટી અને સોશિયલ મીડિયા (Social Media) ઇન્ફ્લુઅર્ન્સસ સામે પરિમેચ અને જંગલી રમી, જીતવિન, A23 અને લોટસ365 જેવી અન્ય ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનોને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકતા એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ (ECIRs) નોંધ્યા હતા.

આ કેસમાં ચર્ચામાં રહેલા નામોમાં અભિનેતા વિજય દેવરકોંડા (Vijay Deverakonda), રાણા દગ્ગુબાતી (Rana Daggubati), પ્રકાશ રાજ (Prakash Raj), નિધિ અગ્રવાલ (Nidhi Agarwal) અને મંચુ લક્ષ્મી (Manchu Lakshmi)નો સમાવેશ થાય છે. ગત સોમવારે ED દ્વારા રાણા દગ્ગુબાતીની લગભગ ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં વધુ સમન્સ મોકલવાની અપેક્ષા હતી. પ્રકાશ રાજ પણ એજન્સી સમક્ષ હાજર થયા હતા, તેમણે જણાવ્યું હતું કે તેમણે ક્યારેય પ્રમોશન માટે ચૂકવણી કરી નથી અને પૂછપરછને રૂટિન ગણાવી હતી.

EDએ જુલાઈમાં વૈશ્વિક ડિજિટલ પ્લેટફોર્મ ગૂગલ (Google) અને મેટા (Meta)ના પ્રતિનિધિઓને સમન્સ પાઠવ્યા હતા. માહિતી અને પ્રસારણ મંત્રાલય (Ministry of Information and Broadcasting - MIB)એ મીડિયા અને ઓટીટી (OTT) પ્લેટફોર્મને પેરિમેચ જેવી ઓફશોર સટ્ટાબાજી સાઇટ્સને પ્રોત્સાહન આપવાથી દૂર રહેવા માટે સલાહ આપી હતી.

enforcement directorate Crime News mumbai new delhi hyderabad jaipur madurai surat gujarat national news news google crypto currency rana daggubati vijay deverakonda prakash raj