04 April, 2025 06:58 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
Tariff war રાહુલ ગાંધીએ લોકસભામાં અમેરિકાએ મૂકલા ટૅરિફનો મુદ્દો ઉઠાવ્યો. એટલું જ નહીં તેમમે ચીની ઘૂસણખોરીનો મુદ્દો પણ ઉઠાવ્યો. કૉંગ્રેસ સાંસદે કહ્યું કે અમેરિકાએ ભારત પર ટૅરિફ મૂક્યું છે. આની દેશની અર્થવ્યવસ્થા પર અસર પડશે. રાહુલ ગાંધીએ સરકારને સીધો પ્રશ્ન કર્યો કે ટૅરિફ પર તમે શું કરવા જઈ રહ્યા છો.
રાજ્યસભામાં એક તરફ જ્યાં વક્ફ બિલને લઈને ચર્ચા ચાલી રહી હતી, તો બીજી તરફ કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં અમેરિકા દ્વારા લગાડવામાં આવેલા ટૅરિફનો મુદ્દો ઉઠાવ્યો. તો ચીની કબજાનો મુદ્દો પણ ઉઠાવ્યો. કૉંગ્રેસ સાંસદે કહ્યું કે અમેરિકાએ ભારત પર ટૅરિફ લગાડ્યો છે. આની અસર દેશની અર્થવ્યવસ્થા પર પડશે. રાહુલ ગાંધીએ સરકારને સીધો પ્રશ્ન કર્યો કે ટૅરિફ પર તમે શું કરવા જઈ રહ્યા છો?
ચીન વિશે શું બોલ્યા રાહુલ ગાંધી
તો, રાહુલ ગાંધીએ ચીનના રાજદૂત સાથે વિદેશ સચિવ વિક્રમ મિસરીના કેક કાપવાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યો.
રાહુલ ગાંધીએ કહ્યું, "ચીને ચાર હજાર કિલોમીટર લઈ લીધા, વીસ જવાન શહીદ થયા, પણ વિદેશ સચિવ ચીનના રાજદૂત સાથે કેક કાપી રહ્યા છે. પીએમ અને રાષ્ટ્રપતિ ચીનને પત્ર લખી રહ્યા છે. આ વાત સરકાર નહીં ચીનના રાજદૂત કહી રહ્યા છે. ચીની દૂતાવાસમાં શું આપણાં સૈનિકોની શહાદતની કેક કાપવા માટે ગયા હતા વિક્રમ મિસરી." જણાવવાનું કે કેક કાપનારી એક તસવીર ચીનના એમ્બેસેડરે 1 એપ્રિલના પોસ્ટ કરી હતી.
અનુરાગ ઠાકુરે કર્યો પલટવાર
તો, અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર પલટવાર કરતાં કહ્યું કે અક્સાઈ ચીન કોની સરકારમાં ચીન પાસે ગયું છે. ત્યારે હિન્દી ચીની ભાઈ-ભાઈ કહેતા રહી ગયા અને તમારી પીઠમાં છરો ભોંકવામાં આવ્યો. ડોકલામની ઘટના સમયે કોણ ચીનના અધિકારીઓ સાથે ચાયનીઝ સૂપ પી રહ્યું હતું અને સેનાના જવાન સાથે ઊભા ન થયા.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ટૅરિફ મુદ્દે સતત આક્રમક મૂડમાં છે ત્યારે હવે તેમણે વધુ એક જાહેરાત કરી હતી કે તેઓ આખી દુનિયા પર ટૅરિફ લગાવશે. પત્રકારો સાથે વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં અમે તમામ દેશો પર ટૅરિફ લગાવીશું.
ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘અમે તમામ દેશોની સાથે શરૂઆત કરીશું, એટલા માટે જોઈએ શું થાય છે? મેં ૧૦ કે ૧૫ દેશ વિશે કોઈ વાત નથી કરી. અમે તમામ દેશો વિશે વાત કરી રહ્યા છીએ, કોઈ કટઑફ નહીં.’
ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે ‘તેમણે અમને એવી રીતે છેતર્યા છે જેવી રીતે ઇતિહાસમાં કોઈ દેશે ક્યારેય ન છેતર્યા હોય અને અમે તેમની સાથે તેમનાથી ઘણો સારો વ્યવહાર કરવા જઈ રહ્યા છીએ, પરંતુ એમ છતાં આ દેશ માટે ખૂબ મોટી રકમ છે.’