✕

રાહુલ ગાંધીનો આરોપ : હત્યા થાય એ માટે ઇરાદાપૂર્વક રાજીવ ગાંધીની સુરક્ષા હટાવી લેવાઈ હતી

25 November, 2026 12:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી વિરોધ પક્ષના નેતા હતા ત્યારનો બિહાર પ્રવાસ યાદ કરતાં કહ્યું કે ખુલ્લી જીપમાં જતી વખતે તેમના પર પથ્થરમારો થયો હતો.

રાહુલ ગાંધી

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગંભીર આરોપ મૂક્યો છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા થાય એ માટે ઇરાદાપૂર્વક તેમની સુરક્ષા હટાવી લેવામાં આવી હતી અને એવો માહોલ ઊભો કરાયો હતો. માતા સોનિયા ગાંધીનાં સંસ્મરણો ‘બિલૉન્ગિંગ : અ જર્ની ઑફ લવ’ વિશે સોનિયા અને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથેની વાતચીતના સોશ્યલ મીડિયા પર શૅર કરાયેલા વિડિયોમાં તેમણે આ વાત કહી હતી. રાહુલે જણાવ્યું કે પિતાની સુરક્ષા મુદ્દે તેમણે વારંવાર ચિંતા વ્યક્ત કરી હતી અને તેમની સાથે દલીલ પણ કરી હતી.

સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી વિરોધ પક્ષના નેતા હતા ત્યારનો બિહાર પ્રવાસ યાદ કરતાં કહ્યું કે ખુલ્લી જીપમાં જતી વખતે તેમના પર પથ્થરમારો થયો હતો. એ ઘટના જોઈને રાહુલે ઘરે આવીને કહ્યું હતું કે પપ્પાની સુરક્ષા નહીં વધારાય તો મારે બહુ જલદી તેમની અંતિમવિધિ માટે પાછા આવવું પડશે. પ્રિયંકાએ કહ્યું કે દાદી અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાહુલ પિતાની સુરક્ષા બાબતે અત્યંત સતર્ક થઈ ગયા હતા અને ગાર્ડ જાગે છે કે નહીં એ પણ તપાસતા હતા.

rahul gandhi rajiv gandhi sonia gandhi priyanka gandhi congress bihar social media viral videos political news indian politics news national news