ટ્રેવિસ હેડે એવું તો શું કર્યું કે RCBએ આપી ઉબરને દિલ્હી હાઈકોર્ટની રાઈડ?

19 April, 2025 07:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

RCB Sues Uber for Advertisement: IPL ટીમ RCBએ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો. RCB એ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે યુટ્યુબની એક જાહેરાત તેના ટ્રેડમાર્કનું અપમાન કરી રહી છે.

આરસીબી અને ઉબર (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)

ઇન્ડિયન પ્રીમીયર લીગની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (Royal Challengers Bengaluru) એટલે કે RCB એ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો. RCB એ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે યુટ્યુબની એક જાહેરાત તેના ટ્રેડમાર્કનું અપમાન કરી રહી છે. આ મામલો ઉબર મોટો અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ સાથે સંબંધિત છે. આરસીબીની વચગાળાની અરજી પર બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ સૌરભ બેનર્જીએ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો

શું હતાં આરસીબીના આરોપો?
રૉયલ ચૅલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે ઉબર ઇન્ડિયા સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ સામે આરોપ લગાવ્યો હતો કે ઉબર મોટોની યુટ્યુબ જાહેરાત તેના ટ્રેડમાર્કનો અનાદર કરે છે. આ જાહેરાતનું શીર્ષક `બેડીઝ ઇન બેન્ગ્લોર ફીટ ટ્રેવિસ હેડ` છે. આરસીબીએ કહ્યું કે વીડિયોમાં મુખ્ય પાત્ર, સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડ તેમના ટ્રેડમાર્કનું અપમાન કરે છે. વીડિયો જાહેરાત વિશે સમજાવતા, RCB ના વકીલે કહ્યું કે ક્રિકેટરને બાઇક પર બેન્ગલુરુના એક ક્રિકેટ સ્ટેડિયમ તરફ જતો બતાવવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય `બેન્ગલુરુ વિરુદ્ધ હૈદરાબાદ` મેચના પોસ્ટરને બગાડવાનો છે. તે સ્પ્રે પેઇન્ટ લઈને બેન્ગલુરુની બાજુમાં "રૉયલી ચેલેન્જ્ડ" લખે છે, જેનાથી તે "રૉયલી ચેલેન્જ્ડ બેન્ગલુરુ" બની જાય છે, જે RCBના ટ્રેડમાર્કનું અપમાન છે. RCB ના વકીલે દલીલ કરી હતી કે કોઈપણ નકારાત્મક ટિપ્પણી ટીમ માટે અપમાનજનક છે. તેણે આગળ કહ્યું હતું કે સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલ ટીમના કમર્શિયલ સ્પોન્સર ઉબર મોટોએ પોતાનું પ્રોડક્ટ, જે રાઇડ બુકિંગ સર્વિસ છે, તેનો પ્રચાર કરતી વખતે આરસીબી ટ્રેડમાર્કનો ઉપયોગ કર્યો હતો. તેમણે પ્રચાર `ભ્રામક સંસ્કરણ` કે મિસલીડીન્ગ (Misleading)રીતે કર્યું હતું, જે કાયદા હેઠળ અસ્વીકાર્ય છે.

ઉબરના વકીલનો જવાબ
આરસીબીની દલીલો સાંભળી ઉબરના વકીલે કહ્યું કે RCB એ સામાન્ય લોકોના રમૂજને `ઓછું મહત્વ` આપ્યું છે. વકીલે કહ્યું કે જાહેરાતનો મૂળ સંદેશ એ હતો કે 13 મેના રોજ બેન્ગલુરુમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ છે. જેના કારણે શહેરમાં ટ્રાફિક થઈ ગયો હોવાથી `લોકોએ ઉબર મોટોનો ઉપયોગ કરવો જોઈએ`. ઉબરના વકીલોએ જણાવ્યું હતું કે રમૂજ અને મજાક આ જાહેરાતનો અભિન્ન ભાગ છે. વકીલે વધુમાં કહ્યું કે જો આરસીબી દ્વારા પ્રસ્તાવિત આવા રૂલ્સને લાગુ કરવામાં આવશે તો જાહેરાતોમાંથી હ્યુમર (Humour) જ `ખોવાઈ જશે`. આ જાહેરાતને અત્યાર સુધી ૧.૩ મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ vs. સનરાઇઝર્સ હૈદરાબાદ
આઇપીએલ ૨૦૨૪ (IPL 2024 Match 41 RCB vs SRH)માં અપે‌ક્ષા કરતા વિપરીત પરીણામ જોવા મળ્યું હતું. સાતમાંથી પાંચ શાનદાર જીત મેળવીને જોશ બતાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદને આઠમાંથી સાતમાં હારીને પૉઇન્ટ ટેબલમાં તળિયે સંઘર્ષ કરી રહેલા રૉયલ ચેલેન્જર્સ બૅન્ગલોરે ૩૫ રનથી હરાવી દીધુ હતું. બૅન્ગલોરે આપેલા ૨૦૭ રનના ટાર્ગેટ સામે હૈદરાબાદના જોશીલા બૅટરો પાણીમાં બેસી ગયા હતાં અને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૧ રન જ બનાવી શક્યા હતાં.

royal challengers bangalore uber delhi high court Crime News social media viral videos national news news IPL 2025 sunrisers hyderabad