જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ, બે આતંકવાદીઓ કર્યા ઠાર

22 May, 2025 07:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Strike on Terrorists by Indian Army: ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા શરૂ કરાયેલા ઘેરાબંધી અને શોધખોળ અભિયાન દરમિયાન આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક સૈનિક શહીદ થયો હતો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા શરૂ કરાયેલા ઘેરાબંધી અને શોધખોળ અભિયાન દરમિયાન આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક સૈનિક શહીદ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળો ચતરુના શિંગપોરા વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આ એન્કાઉન્ટર થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં ચાર આતંકવાદીઓ જોવા મળ્યા હતા. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.

ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આજે સવારે કિશ્તવાડના ચતરુમાં પોલીસ સાથેના સંયુક્ત ઑપરેશન દરમિયાન, આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો છે." આ વિસ્તારમાં વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને આતંકવાદીઓને બેઅસર કરવા માટે ઑપરેશન ચાલી રહ્યું છે.

વ્હાઇટ નાઈટ કોર્પ્સે જણાવ્યું હતું કે, "ઑપરેશન દરમિયાન ભારે ગોળીબાર થયો હતો. અમારા એક બહાદુર સૈનિકને ગોળીબારમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને શ્રેષ્ઠ તબીબી પ્રયાસો છતાં શહીદ થયો." એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.

સવારે લગભગ 7 વાગ્યે, 2 પેરા એસએફ, આર્મીની 11RR, 7મી આસામ રાઇફલ્સ અને SOG કિશ્તવારના જવાનોએ સિંઘપોરા ચત્રુમાં સર્ચ ઑપરેશન શરૂ કર્યું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. સૈફુલ્લાહ સહિત ચાર આતંકવાદીઓના જૂથને ચતરૂના જંગલોમાં સુરક્ષા દળોએ ઘેરી લીધું છે. સાવચેતીના પગલા તરીકે વધારે સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને એન્કાઉન્ટર સ્થળ તરફ જતા તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.

તાજેતરમાં ઑપરેશન સિંદૂર બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો ફરી એકવાર હરકતમાં આવ્યા છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. સતત ગોળીબાર બાદ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. પછી થોડી વારમાં, વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા. આ એન્કાઉન્ટર શોપિયાના જામ્પાથ્રી કેલર વિસ્તારમાં થયું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.  પહેલો આતંકી શાહિદ અહમદ શોપિયાંના ચોટિપોરા હીરપોરાનો રહેવાસી હતો. તે 08 માર્ચ, 2023ના રોજ લશ્કરમાં સામેલ થયો હતો.  બીજો આતંકવાદી અદનાન શફી શોપિયાના વંદુના મેલહોરાનો રહેવાસી હતો. તે 18 ઓક્ટોબર, 2024 ના રોજ શોપિયાના વાચીમાં સ્થળાંતરિત મજૂરની હત્યામાં સામેલ હતો. ત્રીજો આતંકવાદી આમીર અહેમદ ડાર હતો જે 28 વર્ષનો હતો. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે દક્ષિણ કાશ્મીરના શોપિયાના જામ્પાથ્રી વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે. આ આતંકવાદીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. સુરક્ષા દળોએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું. આ દરમિયાન, સુરક્ષા દળોએ આતંકવાદીઓના ઠેકાણાને ચારે બાજુથી ઘેરી લીધો હતો. સુરક્ષા દળોએ આતંકવાદીઓને સરેન્ડર કરવા કહ્યું હતું. આ ઉપરાંત મહારાષ્ટ્ર સાયબર સેલે જણાવ્યું હતું કે પહલગામ હુમલા પછી, પાકિસ્તાની અને બાંગ્લાદેશી હેકર્સે ભારતમાં 15 લાખ સાયબર હુમલા કર્યા હતા. તેમાંથી ફક્ત 150 જ સફળ થયા.

indian army Pakistan occupied Kashmir Pok pakistan terror attack national news news