દૈનિક કેસનો ઘટાડો ધીમો પડ્યો એ ચિંતાજનક બાબત : સરકાર

28 July, 2021 12:40 PM IST  |  New Delhi | Agency

૨૬ જુલાઈએ પૂરા થતા અઠવાડિયા દરમ્યાન ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૪ જિલ્લાઓમાં ૧૦ ટકા કરતાં વધારે પૉઝિટિવિટી રેટ નોંધાયો હતો. 

દૈનિક કેસનો ઘટાડો ધીમો પડ્યો એ ચિંતાજનક બાબત : સરકાર

છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી રોજ નોંધાતા કોરોના ઇન્ફેક્શનના કેસમાં સતત થઈ રહેલા ઘટાડાનો દર ધીમો પડી રહ્યો છે જે ચિંતાજનક બાબત હોવાનું કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. ૨૬ જુલાઈએ પૂરા થતા અઠવાડિયા દરમ્યાન ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૪ જિલ્લાઓમાં ૧૦ ટકા કરતાં વધારે પૉઝિટિવિટી રેટ નોંધાયો હતો. 
આરોગ્ય મંત્રાલયના સહસચિવ લવ અગ્રવાલે જણાવ્યા અનુસાર ‘મે મહિનાની પાંચમીથી અગિયારમી વચ્ચે ૩,૮૭,૦૨૯ની રોજિંદા કેસની સરેરાશ ઘટતાં-ઘટતાં ૨૧થી ૨૭ જુલાઈ વચ્ચે ૩૮,૦૯૦ પર પહોંચી છે. જોકે, કેસના ઘટાડાની ગતિ મંદ પડી એ ચિંતાનો વિષય બન્યો હતો. છેલ્લાં ચાર અઠવાડિયાંમાં સાત રાજ્યોના ૨૧ જિલ્લામાં રોજિંદા કેસની સરેરાશ ફરી વધવા માંડી હતી. જે આઠ જિલ્લામાં પૉઝિટિવિટી રેટ ઘટી રહ્યો હતો એ જિલ્લાઓમાં ફરી કોવિડ કેસ વધી રહ્યા છે. આપણે આ ફેરફારોને ગંભીર ગણવા અનિવાર્ય છે.’

30,000
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા કરતાં ઓછા કેસ બન્યા છે અને ૧૩૨ દિવસમાં આવું પહેલી વાર બન્યું છે. નવા ૨૯,૬૮૯ કેસ અને મૃત્યુના નવા ૪૧૫ કેસ નોંધાયા છે.
13,089
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યામાં આટલો ઘટાડો નોંધાયો છે

national news coronavirus covid19