16 May, 2025 11:15 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
અહીં મારું ઘર હતું? : પૂંછમાં એક યુવક પોતાના તૂટેલા ઘરની છત પર ઊભો છે, સેફ્ટી ફર્સ્ટ : હજીયે અનેક પરિવારો બંકરમાં જ રહે છે.
ઑપરેશન સિંદૂર શરૂ થયા પછી પાકિસ્તાને બૉર્ડર વિસ્તારનાં ગામડાંઓ પર હુમલા કરીને લોકોને નિશાન બનાવ્યા હતા. મોટા ભાગનાં બૉર્ડરનાં ગામડાંઓમાં સરકારે પહેલેથી લોકોને સેફ બંકરમાં શિફ્ટ કરી દીધા હતા. જોકે પાકિસ્તાનના ગોળીબાર અને ગ્રેનેડ હુમલાને કારણે પૂંછ ગામમાં અનેક ઘરોને નુકસાન થયું છે. કેટલાંક ઘરોની બારીઓ તૂટી ગઈ છે તો કેટલાકની છત તૂટી છે.
નિરાંતની ચા : યુદ્ધ વખતે ઘરને એમ જ છોડીને ચાલ્યા ગયેલા પરિવારે ઘરે આવીને પહેલી ચા પીધી.
બૉર્ડરથી દૂર આવેલા કાશ્મીરના જિલ્લાઓમાં ફરીથી સ્કૂલો રાબેતા મુજબ શરૂ થઈ રહી છે.
ક્યાંથી શરૂઆત કરવી?: ઘરની અંદર તૂટેલી દીવાલના કાટમાળ વચ્ચે ઘરને ફરીથી સજાવવા તૈયાર મહિલા.
યુદ્ધવિરામ થયા પછી હવે લોકો બંકરમાંથી પોતપોતાના ઘરમાં પાછા ફરી રહ્યા છે અને તૂટેલી અને અસ્તવ્યસ્ત થયેલી જિંદગીને ફરીથી પાટે ચડાવવાની કોશિશમાં લાગી ગયા છે. જોકે હજીયે કેટલાક લોકો સેફ્ટી માટે બંકરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે.