ભિખારીઓ અને રસ્તે રઝળતા લોકોના વૅક્સિનેશન-પુનર્વસન માટે શું પગલાં લીધાં છે?-SC

28 July, 2021 12:54 PM IST  |  New Delhi | Agency

ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ એમ. આર. શાહની બેન્ચે જણાવ્યું હતું કે ‘રોગચાળાના દિવસોમાં રસ્તા પર કોઈ ભિખારી દેખાવો ન જોઈએ એવો અમીરી કે સામંતવાદી અભિગમ અદાલત ન લઈ શકે.

સુપ્રીમ કૉર્ટ

કોરોના રોગચાળાના દિવસોમાં ભિખારીઓ અને રસ્તે રઝળતા લોકોના વૅક્સિનેશન તથા પુનર્વસનની માગણી કરતી અરજીના અનુસંધાનમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસો મોકલીને આ લોકો વિશે શું પગલાં લેવામાં આવ્યાં છે એ વિશે તેમની પાસે જવાબો માગ્યા છે. ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ એમ. આર. શાહની બેન્ચે જણાવ્યું હતું કે ‘રોગચાળાના દિવસોમાં રસ્તા પર કોઈ ભિખારી દેખાવો ન જોઈએ એવો અમીરી કે સામંતવાદી અભિગમ અદાલત ન લઈ શકે. શિક્ષણ અને રોજગારીના અભાવે લોકો ભીખ માગતા હોય છે. તેમને પણ વૅક્સિનેશનની જરૂર પડે. તેથી ભિખારીઓ સહિત આશ્રય વગરના લોકોને કોરોનાની બીમારીના ચેપથી બચાવવા સરકારી તંત્રે પગલાં લેવાં જોઈએ.’ 

national news coronavirus covid19