લદ્દાખમાં ૧૧,૮૦૦ ફુટની ઊંચાઈ પર વિશ્વનું સૌથી ઊંચું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની તૈયારીઓ શરૂ

20 August, 2026 11:22 AM IST  |  Ladakh | Gujarati Mid-day Correspondent

એની કન્સેપ્ટ ડિઝાઇનમાં ૪૦,૦૦૦ પ્રેક્ષકો બેસી શકે એવી ક્ષમતા પર વિચાર કરવામાં આવી રહ્યો

હાલમાં આ પ્રોજેક્ટ પ્લાનિંગના તબક્કામાં છે

લદ્દાખમાં લેહની નજીક આવેલા થિકસેમાં દરિયાઈ સપાટીથી આશરે ૧૧,૮૦૦ ફુટની ઊંચાઈ પર ભારત એક નવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું આયોજન કરી રહ્યું છે. જો આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થશે તો સૂચિત રણબીરપુર ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું સૌથી ઊંચું ક્રિકેટ સ્ટેડિયમ બની જશે. હાલમાં આ પ્રોજેક્ટ પ્લાનિંગના તબક્કામાં છે.

આ પ્રોજેક્ટ પાછળ આશરે ૧૦૦થી ૧૧૬ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. એની કન્સેપ્ટ ડિઝાઇનમાં ૪૦,૦૦૦ પ્રેક્ષકો બેસી શકે એવી ક્ષમતા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સ્ટેડિયમનો મુખ્ય ઉદ્દેશ સ્પોર્ટ્‍સ ટૂરિઝમને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક ક્રિકેટરો માટે નવી તકો ઊભી કરવાનો છે.

પડકારો ઘણા

આટલી ઊંચાઈ પર બાંધકામ કરવું અત્યંત પડકારજનક છે. હવામાં ઑક્સિજનનું ઓછું પ્રમાણ, કાતિલ શિયાળો, પાણીની અછત અને વાહનવ્યવહાર જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ માટે ખાસ એન્જિનિયરિંગ અને નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવો પડશે. પ્રોજેક્ટ આગળ વધારતાં પહેલાં પર્યાવરણ અને સ્થાનિક માળખાગત સુવિધાઓને ધ્યાનમાં લેવી અત્યંત જરૂરી છે.

ladakh cricket news sports sports news national news news