10 May, 2025 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લગ્નમાં કપલે નરેન્દ્ર મોદીની તસવીર પર કર્યો દૂધનો અભિષેક અને ‘ભારત માતા કી જય’ના નારા ગુંજ્યા
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના આષ્ટી તાલુકામાં એક લગ્નસમારંભ દરમ્યાન અનોખી દેશભક્તિની ભાવના જોવા મળી હતી. લોકોએ ‘ઑપરેશન સિંદૂર’ હાથ ધરીને આતંકવાદનો ખાતમો બોલાવવા બદલ ભારતીય સેનાનો જયજયકાર કર્યો હતો અને આ પગલું લેવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમની તસવીર પર દૂધનો અભિષેક કર્યો હતો. દૂધનો અભિષેક અને ભારત માતાનો જયજયકાર કરીને તેમણે રાષ્ટ્રભક્તિની ભાવના વ્યક્ત કરી હતી.