27 September, 2025 03:56 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
આ તો વર્લ્ડ રેકૉર્ડ: સાઇકલ પર એવરેસ્ટ બેઝ કૅમ્પ પહોંચ્યા આ સાહસિક
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના એક સાહસિકે નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ભગવાન સિંહ નામના આ સાહસપ્રેમીએ એ કામ કરી બતાવ્યું છે જે અત્યાર સુધી કોઈ નહોતું કરી શક્યું. ભગવાન સિંહ ૫૩૬૪ મીટરની ઊંચાઈ પર આવેલા માઉન્ટ એવરેસ્ટના બેઝ કૅમ્પ સુધી સાઇકલ પર પહોંચી ગયા હતા. આ નવો જ વર્લ્ડ રેકૉર્ડ છે. ત્યાં અત્યાર સુધી કોઈ સાઇકલ પર યાત્રા કરીને ત્યાં નથી પહોંચ્યું. હવે ભગવાન સિંહ એવરેસ્ટ બેઝ કૅમ્પ જેવા ઊંચા અને દુષ્કર સ્થળ સુધી સાઇકલ ચલાવીને પહોંચનારી વિશ્વની સૌપ્રથમ વ્યક્તિ બની ગયા છે.