29 October, 2024 03:44 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
ગુડગાંવ પોલીસે હમણાં સ્ટ્રેસ કેવી રીતે મૅનેજ કરવો એ માટેનો પ્રોગ્રામ રાખ્યો હતો.
ગુડગાંવ પોલીસે હમણાં સ્ટ્રેસ કેવી રીતે મૅનેજ કરવો એ માટેનો પ્રોગ્રામ રાખ્યો હતો. પોલીસે પડકાર અને દબાણને કેવી રીતે મૅનેજ કરવાં જોઈએ એ સમજાવવા માટેનું આયોજન કર્યું હતું. એમાં એક સેશન હરિકીર્તનનું હતું. ઇસ્કૉન ગુરુગ્રામના સંતોએ હરિકીર્તન કરાવ્યું હતું. આનાથી પોલીસને શાંત અને આધ્યાત્મિક રીતે ઉચ્ચ મનોસ્થિતિનો અનુભવ કરાવવાનો હતો. જોકે પોલીસના પ્રભુભજને સોશ્યલ મીડિયામાં ચર્ચા જગાવી હતી.