શ્વાનને બાઇક સાથે બાંધીને મરે નહીં ત્યાં સુધી ઢસડ્યું

29 October, 2024 03:42 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના કનૌજ જિલ્લામાં બનેલી એક ઘટનાથી ખબર પડી કે માણસ ઘણી વાર બહુ સરળતાથી માણસાઈ ચૂકી જાય છે. ઇન્દરગઢમાં બે યુવાને એક ડૉગને અમાનવીય રીતે મારી નાખ્યો હતો.

કૂતરાના પગ સાથે એક દોરી બાંધી હતી અને એનો છેડો બાઇક સાથે બાંધ્યો હતો

ઉત્તર પ્રદેશના કનૌજ જિલ્લામાં બનેલી એક ઘટનાથી ખબર પડી કે માણસ ઘણી વાર બહુ સરળતાથી માણસાઈ ચૂકી જાય છે. ઇન્દરગઢમાં બે યુવાને એક ડૉગને અમાનવીય રીતે મારી નાખ્યો હતો. આ બન્ને યુવાન બાઇક પર નીકળ્યા હતા. તેમણે કૂતરાના પગ સાથે એક દોરી બાંધી હતી અને એનો છેડો બાઇક સાથે બાંધ્યો હતો. એ પછી કેટલાંય કિલોમીટર સુધી બાઇક ચલાવીને કૂતરાને ઢસડ્યો હતો. કૂતરું જીવ બચાવવા તરફડતું રહ્યું પણ પેલા યુવકોએ બાઇક ન ઊભી રાખી. છેવટે ગંભીર ઈજાને કારણે કૂતરાનું મૃત્યુ થયું હતું. એ પછી મૃત કૂતરાને એક ઝાડ પાસે ફેંકીને બન્ને જતા રહ્યા હતા. આ ઘટનાના ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજનો વિડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે. એ વિડિયોના આધારે પોલીસે બન્ને યુવકોને શોધી રહી છે. 

uttar pradesh national news news viral videos offbeat news Crime News